તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે 57 દિવસનો જંગ:હાયપોથાઇરોઇડ, મેદસ્વિતા અને ડાયાબિટીસથી પીડિત 25 વર્ષની યુવતીએ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇને કોરોનાને માત આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હવે સતત 57 દિવસથી ચાલી રહેલી તેમની મેરેથોન સારવાર રંગ લાવી છે. હાલ યુવતી કોરોનામુક્ત થઇ છે - Divya Bhaskar
હવે સતત 57 દિવસથી ચાલી રહેલી તેમની મેરેથોન સારવાર રંગ લાવી છે. હાલ યુવતી કોરોનામુક્ત થઇ છે
  • હાલમાં યુવતી કોવિડમુકત થઇને નોન કોવિડ વોર્ડમાં હળવી સારવાર હેઠળ છે
  • ડો.બેલીમ કહે છે કે, ખાનગી હોસ્પિટલમાં 60થી 70 લાખનો ખર્ચ થાય, અહીં વિનામૂલ્યે સારવાર કરાઇ

મેરેથોન દોડ ગૌરવ અપાવે પણ મેરેથોન માંદગી દર્દીને અને તેના પરિવારને થકવી દે છે. એક તબીબો અને આરોગ્ય કર્મચારીઓ જ છે જે મેરેથોન જેવી લાંબી માંદગી ભોગવતા દર્દીની સારવાર હાર્યા કે થાક્યા વિના કરે છે. દર્દી અને તેના પરિવારજનોને હિંમત અને સધિયારો આપે છે અને દર્દીને સાજા કરવાના શક્ય તે પ્રયત્નો, પોતાના તબીબી જ્ઞાન અને અનુભવને કામે લગાડી નિષ્ઠાપૂર્વક કરે છે. કોરોનામાં અને હાલમાં મ્યુકોરમાઇકોસિસમાં પણ ઘણા એવા દર્દીઓ આવ્યા જેમની સારવાર ખૂબ લાંબી ચાલી, અનેક જટિલતાઓ સારવાર દરમિયાન આવી અને તબીબો અને તેમની ટીમે થાક્યા વગર પ્રયત્નો કરતાં રહી આવા દર્દીઓને સાજા કર્યા અને એમની પ્રાણ રક્ષા કરી.

ફેફસાંમાં 80થી 85 ટકા ચેપ પ્રસરી ચૂક્યો હતો
આવા જ એક દર્દી છે માત્ર 25 વર્ષની ઉંમરના રેખાબહેન વસાવા જેમને ગંભીર હાલતમાં અને ત્રણ પ્રકારના સહરોગો સાથે 7 મેના રોજ સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન લેવલ 40 જેટલું નીચું આવી ગયું હતું અને ટ્રાયેજમાં એક્સ-રે લીધો તો ફેફસાંમાં 80થી 85 ટકા ચેપ પ્રસરી ચૂક્યો હતો.

યુવતી હાયપોથાઇરોઇડ, વધુ પડતી મેદસ્વિતા અને ડાયાબિટીસથી પીડાતી હતી
હાલતને વધુ વકરાવતી વાત એ હતી કે, આ યુવાન દીકરી હાયપોથાઇરોઇડ, વધુ પડતી મેદસ્વિતા અને ડાયાબિટીસ પીડિત હતી. આ સહરોગો કોરોના વધારે છે. કેસને કોમ્પ્લિકેટેડ બનાવે છે અને જાણે કે તબીબોની કુશળતાની આકરી કસોટી કરે છે. તેમ છતાં સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં ડો. મીનલ શાસ્ત્રી અને ડો. જયા પાઠકના અનુભવી માર્ગદર્શન હેઠળ અને સાથે સાથે વેન્ટિલેટર સારવારના નિષ્ણાંત એનેસ્થેટિસ્ટ ડો.મમતાબેન પટેલ અને ડો. દેવયાની દેસાઈના દિશાનિર્દેશો હેઠળ દર્દીને સીધા વેન્ટિલેટર પર મૂકીને સારવાર ચાલુ કરવામાં આવી. આ ચારેય મહિલા તબીબોએ ખૂબ ખંત તેમજ એકાગ્રતાથી મહેનત કરીને આ મેડિકલી ચેલેન્જ દર્દીની જીવન રક્ષા થાય એવો સારવાર પથ નિર્ધારિત કર્યો છે.

હાલમાં યુવતી કોવિડમુકત થઇને નોન કોવિડ વોર્ડમાં હળવી સારવાર હેઠળ છે(ફાઇલ તસવીર)
હાલમાં યુવતી કોવિડમુકત થઇને નોન કોવિડ વોર્ડમાં હળવી સારવાર હેઠળ છે(ફાઇલ તસવીર)

57 દિવસથી ચાલી રહેલી મેરેથોન સારવાર રંગ લાવી
હવે સતત 57 દિવસથી ચાલી રહેલી તેમની મેરેથોન સારવાર રંગ લાવી છે. હાલ આ દર્દી કોરોનામુક્ત થયા છે, પરંતુ, હજી પણ સારવારની જરૂર હોવાથી તેઓ નોન કોવિડ વોર્ડમાં દેખરેખ અને સારવાર હેઠળ છે. તેઓ રોગની ગંભીરતાના ઓછાયામાંથી મુક્ત થયાં છે અને હાલ તેઓ કોવિડ નેગેટિવ હોવાથી તેમના પરિવારજનો તેમની સાથે રહી શકે છે. તેમને મળી શકે છે એટલે બધાં ખૂશીની લાગણી અનુભવી રહ્યાં છે.

યવતીની સારવાર દરમિયાન અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા
તેમની સારવાર દરમિયાન અનેક ઉતાર ચઢાવ આવ્યા. શરૂઆતમાં તેમની હાલત સુધરતા વેન્ટિલેટરની જરૂર ન રહેતા તેમને એન.આર.બી.એમ. પર મૂક્યા. ફરી હાલત બગડતા પાછા વેન્ટિલેટર પર લેવા પડ્યા. થોડાક દિવસ તો હાલત જૈસે થે રહી, પરંતુ, ડોકટરોની સાથે આ દર્દીએ જીવવું છે ના ઝનૂન અને આત્મ વિશ્વાસ સાથે સારવાર લીધી. તેના પગલે હાલત સુધરી.ઓક્સિજન હેઠળ spo2 વધીને 90ની ઉપર થયું. વેન્ટિલેટર પરથી પાછા એન.આર.બી.એમ અને તે પછી સાદી નળી વાટે ઓક્સિજન લેતાં થયાં.

ડો.બેલીમ કહે છે કે, ખાનગી હોસ્પિટલમાં 60થી 70 લાખનો ખર્ચ થાય, અહીં વિનામૂલ્યે સારવાર કરાઇ(ફાઇલ તસવીર)
ડો.બેલીમ કહે છે કે, ખાનગી હોસ્પિટલમાં 60થી 70 લાખનો ખર્ચ થાય, અહીં વિનામૂલ્યે સારવાર કરાઇ(ફાઇલ તસવીર)

હાલ કોવિડ નેગેટિવ છે અને નોન કોવિડ વોર્ડમાં છે
હાલ લગભગ 57 દિવસ પછી પણ તેમની સારવાર તો ચાલુ જ છે, પરંતુ, હવે તેઓ કોવિડ નેગેટિવ છે અને નોન કોવિડ વોર્ડમાં છે. એમના સ્વજનો એમની સાથે છે અને ક્યારેક જરૂર જણાયે સાદો ઓક્સિજન આપીને તેમની સારવાર ચાલી રહી છે. દર્દીનો વિશ્વાસ અને તબીબો, આરોગ્ય કર્મચારીઓની મહેનત જીતની નજીક છે. સરકારી દવાખાનું આ દર્દી માટે જીવન રક્ષક આરોગ્ય તીર્થ બન્યું છે. તેમને રેમડેસિવિર અને ટોસી સહિતના મોંઘા ઇન્જેક્શન અને જરૂરી દવાઓ આપવામાં આવી છે. સહુ તેઓ જલ્દી સાજા અને સ્વસ્થ થઈને ઘેર જાય એ માટે પ્રાર્થના અને બનતા તબીબી પ્રયત્નો કરી રહ્યાં છે.

ખાનગી હોસ્પિટલમાં 60થી 70 લાખ થાય જ્યારે સયાજી હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે થઈ
રેખાબેનનું ધૈર્ય અને આત્મ વિશ્વાસ અન્ય હતાશ દર્દીઓને આશા બંધાવે તેવા છે. જિંદગીનો જંગ જીતવાની પ્રેરણા આપનારા છે. તો તબીબો અને આરોગ્ય કર્મચારીઓનો કર્મયોગ સરકારી આરોગ્ય સંસ્થાઓ ની સેવાઓમાં વિશ્વાસ દ્રઢ કરનારો છે. રેખાબેનની કોવિડ મુક્તિનો આનંદ વ્યક્ત કરતાં કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી. બેલીમ જણાવે છે કે, મોડરેટ અંદાજ મૂકીએ તો પણ ખાનગી દવાખાનામાં આ દર્દીનો સારવાર ખર્ચ રૂ.60થી 70 લાખ થાય જ્યારે સયાજીમાં સારવાર લગભગ વિનામૂલ્યે થઈ છે.

અન્ય સમાચારો પણ છે...