તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NRI યુવતીનું મોત:કેનેડાથી અમદાવાદ પિતાને મળવા આવેલી 25 વર્ષીય દીકરીનું વડોદરાની હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ, મૃતદેહ પરથી સોનાની બુટ્ટી-મોબાઈલની ચોરી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ - Divya Bhaskar
પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલ
  • ધીરજ હોસ્પિટલમાં મોત બાદ મૃતકની સોનાની બુટ્ટી અને મોબાઇલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ

વડોદરા નજીક પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલના કોરોના વોર્ડમાં કોરોના સંક્રમિત NRI યુવતીનું મોત નિપજ્યા બાદ યુવતીએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને તેની પાસેના એપલ કંપનીના મોબાઈલ ફોનની ચોરી થતાં પરિવારજનોએ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી કેનેડાથી પિતાને મળવા આવ્યા બાદ કોરોના સંક્રમિત થઇ
અમદાવાદ શહેરમાં રહેતા કલ્પેશભાઈ ઠક્કર ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કેનેડામાં રહેતી તેઓની 25 વર્ષીય દીકરી અમીબેનમ 21 ફેબ્રુઆરીના રોજ પિતાને મળવા માટે અમદાવાદ આવી હતી. દરમિયાન અમીબેન કોરોના સંક્રમિત થતાં તેઓને ધીરજ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતા . હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમીબેન પાસે રૂપિયા 60 હજારની કિંમતનો એપલ કંપનીનો મોબાઇલ ફોન હતો અને રૃપિયા 24,410 ની કિંમત ધરાવતી કાનમાં ચાર નંગ સોનાની બુટ્ટી પહેરી હતી.

22 એપ્રિલના રોજ સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું
કોરોના વોર્ડમાં દીકરીને મળવા માટે પ્રતિબંધ હોવાથ પિતા બિલ્ડિંગના નીચે બેસી રહેતા હતા. 22 એપ્રિલના રોજ સારવાર દરમિયાન અમીબેનનું મોત નીપજ્યું હતું . જેથી હોસ્પિટલ સ્ટાફે મૃતદેહને પીપીઇ કીટમાં વીંટાળીને પરિવારને સોંપ્યો હતો. તે વખતે અમીબેનને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ગાયબ હતી અને હોસ્પિટલ સ્ટાફે આપેલી થેલીમાં બે પૈકી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જ્યારે એપલ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો.

કર્મચારીએ પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન મળ્યો
હોસ્પિટલ સ્ટાફના કર્મચારીએ આ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી પરિવારજનોએ મૃતકનું અંતિમ ક્રિયા બાદની વિધિ પૂર્ણ કરી ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો