બહુમાન:7 મિનિટમાં જ 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાયા

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MSUના પદવીદાનમાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું : 77 વિદ્યાર્થીને 115, 114 વિદ્યાર્થિનીને 187 ગોલ્ડ મેડલ મળ્યા​​​​​​​
  • ​​​​​​​મેડિસીનની તન્વી ઐયરને યુનિ.ના ઇતિહાસમાં સૌથી વધુ 11 ગોલ્ડ મેડલ, 2 સંતાનની માતાએ 17 વર્ષ બાદ ફરી અભ્યાસ કરી ગોલ્ડ મેડલ લીધો

વડોદરાની મ.સ.યુનિવર્સિટીનો 71મો પદવીદાન સમારોહ શનિવારે સાંજે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નક્કી કરેલા 25 જેટલા વિદ્યાર્થીઓને 7 મિનિટમાં જ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાં ફેકલ્ટી ઓફ મેડિસિનની વિદ્યાર્થિની તન્વી ઐયરે ઇતિહાસમાં પહેલી વખત 11 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

તન્વી એસ.એસ.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રંજન ઐયરની પુત્રી છે. તેનાં માતા-પિતા સહિત અન્ય પરિવારજન પણ તબીબ છે. જ્યારે મૂળ મોરેશિયસની પરફોર્મિંગ આર્ટસનીવિદ્યાર્થિનીએ નૃત્યમાં ગોલ્ડ મેડલ, 2 બાળકોની માતા અને પરિવારની એક માત્ર મહિલાએ 17 વર્ષે અભ્યાસ કરી લો ફેકલ્ટીમાંથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ભ્રષ્ટાચારનો ભોગ બનતાં કાયદો ભણ્યો

2010માં એન્જીનિયરિંગ પુર્ણ કરી ફાર્મા કંપની સ્થાપી હતી. જેમાં કાયદાઓને લઈ સરકારી અધિકારીઓ આવીને હેરાન કરતા હોવાથી તે ભ્રષ્ટાચારનો ભોગ બન્યો હતો. ત્યારે તેણે લોનો અભ્યાસ કરી 4 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. > પાર્થ શુ્ક્લા, 4 ગોલ્ડ મેડલ વિનર.

જોડિયા બહેનો પૈકી એકને 6, બીજીને 1 ગોલ્ડ મેડલ

જોડિયા બહેનો માનસી અને મિતવા પૈકી મોટી બહેન માનસી જોષીએ ફીલોસોફીમાં એક ગોલ્ડ મેળવ્યો છે. તો તેનાથી એક મિનિટ નાની બહેન મિતવા જોષીએ ફેકલ્ટી ઓફ સંસ્કૃતમાં 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. નોંધનીય છે કે, પાંડુરંગ આઠવલેજીના નામથી એવોર્ડ ચાલુ કર્યો છે અને તેમાં માનસી જોષીને પ્રથમ એવોર્ડ મળ્યો છે. તો સાથે 6 ગોલ્ડ મેડલ મે‌ળવનારી મિતવા જોષીએ સંસ્કૃતમાં મેડલ પ્રાપ્ત કર્યા છે. હું વેદાંત પર પીએચડી કરવા માંગુ છું. > મિતવા જોષી, ગોલ્ડ મેડાલિસ્ટ

પરિવાર મેડિકલમાં હોય તે પૂરતું નથી પણ મહેનતથી જ સિદ્ધિ મેળવી છે

મેં જી.એમ.ઈ.આર.એસમાં એમ.બી.બી.એસ કર્યું છે. જેમાં 11 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કર્યા બાદ દર્દીઓની આંખમાં સંતોષ જોતા લાગે છે કે મારી મહેનત સફળ થયાની લાગણી થઇ. આગળ જતાં સુપર સ્પેશિયાલીસ્ટ બનવું હોવાથી તેમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. > તન્વી ઐયર, ગોલ્ડ મેડાલિસ્ટ

​​​​​​​બહેનનું માર્ગદર્શન મળતાં મેડલ મળ્યો, આઇએએસ બનવાની ઇચ્છા છે

હું મૂળે એમ.પીના સાગરનો વતની છું. ઇકોનોમિક્સના અભ્યાસની ઈચ્છા થતાં એમ.એસમાં પ્રવેશ લીધો હતો. મારી આઇએએસ ઓફિસર બનવાની ઇચ્છા છે. મારી મોટી બહેન જે હાલ યુ.કે માં છે તેણે પણ એમ.એસ.માંથી પાસ થયા છે. અને તેના તરફથી જ મ‌ળેલા માર્ગદર્શન મળતા મેડલ મેળવ્યો છે.ઈકોનોમિક્સ જે તમામને અસર કરે છે. તેના કારણે જ તેનો અભ્યાસ કરવા પ્રેરાયો હતો. > સિદ્ધાંત જૈન, ગોલ્ડ મેડાલિસ્ટ

​​​​​​​પિતા કાર્પેન્ટર, મહેનતથી મંે આ સિદ્ધિ મેળવી છે

મારા પિતા કાર્પેન્ટર છે. તેમની સાથે ઘરમાં માતાની મદદ સાથે સિદ્ધિ મેળવી છે. સિવિલ સર્વિસીઝ માટે તૈયારી કરું છું. > મીના શ્રીરામ, ગોલ્ડ મેડાલિસ્ટ

​​​​​​​પુત્રીનોગોલ્ડ મેડલ વાલીને ન અપાતાં રોષ
સોશિયલ વર્ક ફેકલ્ટીમાં 5 ગોલ્ડ મેડલ મેળવનારી વ્યોમા ધોળકિયા વિદેશ હોવાના કારણે તેના માતાપિતા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પરંતુ તેઓને વિદ્યાર્થીનીના ગોલ્ડ મેડલ નહી મળતા તેઓમાં રોષ ફેલાયો હતો.સામાન્યત: દર વર્ષે આ રીતે માતા-પિતાને મેડલ અપાતા હોય છે.

પતિ-જેઠને ગોલ્ડ મેડલ મળ્યા બાદ મને પણ મેડલની ઇચ્છા થઇ

પરીક્ષાના 15 દિવસ પહેલાં માત્ર બે કલાક જ ઊંઘતી અને પરીક્ષાની તૈયારી કરતી હતી. હું લગ્ન પછી પતિ અને પરિવારના સહકારથી લોમાં ગોલ્ડ મેડલ મેળવી શકી છું. ગત વર્ષે મારા પતિને ગોલ્ડ મેડલ મળ્યો હતો. મારા જેઠને પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો. જેથી મને પણ મેડલ મેળવવાની ઇચ્છા થઇ હતી. જે મેળવવામાં હું સફળ થઇ હતી. > હિનલ શાહ, ગોલ્ડ મેડાલિસ્ટ

​​​​​​​મોરેશિયસથી ભારતીય નૃત્ય અહીં ખેંચી લાવ્યું

હું મોરેશિયસની છું. ભારતીય નૃત્ય મને અહીં ખેંચી લાવ્યું. કથ્થક ડાન્સમાં જ મને ગોલ્ડ મેડલ મળ્યો હતો. > અંબિકા મધુ, ગોલ્ડ મેડાલિસ્ટ

​​​​​​​નેશનલ કબડ્ડી પ્લેયરે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો

કબડ્ડીની નેશનલ પ્લેટર છું. મને બે ગોલ્ડ મેડલ મળ્યા તેનાથી હું ખૂબ ખુશ છું .હું સ્વેચ્છાએ નૃત્ય શીખી હતી. > રાધિકા શાહ, ડિપ્લોમા ઇન ભરતનાટ્યમ

ડિગ્રી લેનાર 14761માં 8048 વિદ્યાર્થિની

અમિત શાહ તથા ગેસ્ટ ઓફ ઓનેર્સ તરીકે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 14761 વિદ્યાર્થીઓનેે પદવી અનાયત કરાઇ હતી. જેમાં 6713 વિદ્યાર્થી અને 8048 વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરાઇ હતી. 302 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા, જેમાં 77 વિદ્યાર્થીને 115 ગોલ્ડ મેડલ, 114 વિદ્યાર્થિનીઓના ફાળે 187 ગોલ્ડ મેડલ ગયા છે.

અમાપને ગૃહપ્રધાનના હસ્તે ચાન્સેલર મેડલ

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં અમાપ જયસ્વાલને ત્રણ મેડલ પ્રાપ્ત થયા હતા. જેમાંથી એક ચાન્સેલર મેડલ પણ હતો. જે ચાન્સેલરના હસ્તે જ અપાય છે. પરંતુ તે મેડલ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે અપાયો હતો. તેમણે વાતચીતમાં કહ્યું હતું કે નામ જેટલા મેડલ મેળ્વ્યા છે. ભવિષ્યમાં પણ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. ​​​​​​​

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...