તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કોલરશીપ:પર્ફોર્મિંગ આર્ટ્સના 25 વિદ્યાર્થીઓઅે રાજ્ય સરકારની સ્કોલરશિપ મેળવી

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી દ્વારા MSUની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગના 17 અને તબલા વિભાગના 8 વિદ્યાર્થીઓ સહિત 25 વિદ્યાર્થીઓને સ્વર્ગીય પંડિત રસિકલાલ અંધારિયા અને સ્વર્ગીય મહારાણા જસવંત સિંહ ઠાકોરની યાદમાં વિદ્યાર્થી દીઠ દસ હજારની સ્કોલરશિપ પ્રાપ્ત થઇ હતી.

પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ગાયન વિભાગના હેડ ડો. રાજેશ કેલકરે જણાવ્યું હતું કે, ગુજરાત સંગીત નાટક એકેડમી દ્વારા કલાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની સ્કોલરશીપ આપવામાં આવે છે. સ્કોલરશીપ મેળવવા માટે ફેકલ્ટી ડીનની મદદથી એકસાથે પહેલીવાર અટલા વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી.

ગાયન વિભાગના 20 વિદ્યાર્થીઓ અને તબલા વિભાગના 12 વિદ્યાર્થીઓએ આ સ્કોલરશિપ માટે અપ્લાય કર્યું હતું જે પૈકી 25 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળી હતી અને 5 વિદ્યાર્થીની સ્કોલરશિપ પ્રક્રિયા હેઠળ છે. આ સાથે પર્ફોર્મિંગ આર્ટસના નૃત્ય વિભાગના અધ્યાપિકા શ્રૃતિ જોશી અને નાટ્ય વિભાગના વૈભવ સોનીને ડાન્સ અને પ્રોડક્શન માટે દોઢ લાખની પ્રોડક્શન ગ્રાન્ટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો