કોરોના વડોદરા LIVE:આજે નવા 22 કેસ નોંધાયા, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 78 થઈ, વડોદરા એરપોર્ટ પર ફેશ માસ્ક ફરજિયાત

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પશ્વિમ ઝોનમાં સૌથી વધુ 12 કેસ નોંધાયા હતા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 22 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,321 પર પહોંચી ગઇ છે. વધુ 20 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,486 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે. વડોદરા સહિત દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. વડોદરામાં મંગળવારે સાત કેસ નોંધાયા બાદ બુધવારે અચાનક 25 કેસનો ઉછાળો આવ્યો હતો. આ પરિસ્થિતિ તમામ શહેરોમાં વર્તાતા સરકાર હવે અસરકારક પગલાં ભરી રહી છે. પ્રાથમિક તબક્કે વડોદરા એરપોર્ટ પર ફેશ માસ્ક ફરજિયાત કરાયું છે.

માસ્ક ન હોય તો એરપોર્ટ ઓથોરિટી આપશે
વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર ટી. કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ, સીઆઇએસએફ અને એરલાઇન્સ સ્ટાફને નિર્દેશ જારી કર્યા છે કે, ફેશ માસ્ક વગર મુસાફરી કરવા દેવામાં આવશે નહીં. જે મુસાફર પાસે ફેસ માસ્ક ના હોય તેમને ઓથોરિટી તરફથી પ્રોવાઇડ પણ કરવામાં આવશે અને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

હોસ્પિટલોમાં બે દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 78 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં બે દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 90 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ગોત્રી, ભાયલી, પાણીગેટ, જેતલપુર, અકોટા, ડભોઇ, સમા, મકરપુરા, રામદેવનગર, સંખેડા, દિવાળીપુરા, તાંદલજા, માંજલપુર, છાણી અને સવાદ વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ગત 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 3 અને દક્ષિણ ઝોનમાં 2 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...