સ્માર્ટ ડસ્ટબિન પ્રોજેક્ટ:2.5 કરોડના સ્માર્ટ ડસ્ટબિનનું મેન્ટેનન્સ કોર્પોરેશને વિવાદી કોન્ટ્રાક્ટરને પધરાવ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્ટેનર જેવું કચરાથી ભરાશે એટલે તુરંત તંત્રને મોબાઇલ પર તેની જાણ થઇ થશે
  • કન્ટેનરમાં 750 કિલો કચરો સમાઇ શકશે ચાર ઝોનમાં 40 જગ્યાએ ડસ્ટબિન મુકાશે

વડોદરા મહાનગરમાં શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 5 કરોડના ખર્ચે સ્માર્ટ ડસ્ટબિન મુકવામાં આવનાર છે. પાલિકા દ્વારા ચાર ઝોનમાં 40 સ્થળોએ ડસ્ટબિન મુકવામાં આવશે. મુખ્ય રોડ પર બનાવવામાં આવનાર સ્માર્ટ ડસ્ટબિન પ્રોજેક્ટમાં 1.50 મીટર નીચે ડસ્ટબિન મૂકી તેમાં કચરો એકત્ર કરાશે. પ્રત્યેક ડસ્ટબિનમાં રહેલા કન્ટેનરમાં 750 કિલો સુધીનો કચરો સમાઇ શકશે.

જો કન્ટેનર ભરાશે તો તંત્રને મોબાઇલ પર જાણ થાય તેવી સિસ્ટમ તેમાં મુકાશે. જો કે આ ડસ્ટબિનના મેન્ટેનેન્સનો કોન્ટ્રાક્ટ જેની ઉપર પૂર્વે કચરો ઉઠાવતા વાહનોના મિસ પોઇન્ટ અંગે ગંભીર આક્ષેપો થયાં છે તે જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવનાર હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે. આ કોન્ટ્રાક્ટર પાસેથી પાલિકાએ કરોડોની પેનલ્ટી પણ ના વસૂલતાં અનેક પ્રશ્નો ઉભા થયાં છે.

પાલિકા ઓપન સ્પોટ અને રોડ પર સ્માર્ટ ડસ્ટબિન મુકશે. જેમાં કોર્પોરેશન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીએ શહેરના 4 ઝોનમાં 40 સ્થળોએ પ્રાયોગિક ધોરણે ડસ્ટબિન મુકાશે. એક ઝોનમાં મુખ્ય માર્ગે 10 સ્થળોની પસંદગી કરાઇ છે. પ્રોજેકટ પાછળ રૂ. 2.50 કરોડનો ખર્ચ થશે. આ કામનું 5 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનેન્સ કોન્ટ્રાક્ટર કરશે. જેના કોન્ટ્રાક્ટરને રૂ. 2.50 કરોડ ચુકવવામાં આવશે. જોકે માર્ચ મહિનામાં કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને 6 મહિના થયા બાદ પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

સ્માર્ટ ડસ્ટબિન શંુ છે ?
સ્માર્ટ ડસ્ટબિનમાં રોડ પર એક 1.50 મીટર ખાડો બનાવી, તેમાં સેન્સરવાળું કન્ટેઇનર મુકવામાં આવશે. 1 ઘન મીટર જેટલી જગ્યાનો ઉપયોગ કરી તેમાં ડસ્ટબિન બનાવવામાં આવશે. આ ડસ્ટબિનનો મુખ્ય હેતુ રોડ પર નહિ પરંતુ લોકો જમીનની અંદર મુકેલા કન્ટેઇનરમાં કચરો નાખશે.

કેવી રીતે કામ કરશે ?

-નાગરિકો કચરો રોડ પર નાખવાની જગ્યાએ ડસ્ટબિનમાં નાખશે. -કચરાથી ડસ્ટબિન ભરાઈ જશે તો કન્ટેઇનરમાં લાગેલું સેન્સર કાર્યરત થશે. -સેન્સર મારફતે આ બાબતની જાણ મોબાઈલ અથવા કમ્પ્યુટર પર થશે. -ત્યારબાદ ક્રેઇન મારફતે કન્ટેઇનર બહાર કાઢી તેને કચરા ના વાહનમાં નાખી લેન્ડફિલ સાઈટ પર ઠાલવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...