વેપારીઓ સામે કાર્યવાહી:વડોદરામાં ઉનાળાની ઋતુમાં લીધેલા ખાદ્ય પ્રદાર્થોના 24 નમૂના ફેલ, પાલિકાએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની ઋતુ દરમિયાન વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પેકી 24 નમૂનાઓ ફેલ થતાં વેપારીઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેર વિસ્તારની જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાને લઇને વડોદરા મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારો માંથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે ઉનાળાની ઋતુ દરમિયાન વડોદરા મહાનગર પાલિકાની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત હોટલો, રેસ્ટોરન્ટ, ફૂડ વેન્ડીંગ એસ્ટાબ્લીશમેન્ટ, રીટેઇલર, ઉત્પાદક જેવા યુનીટોમાંથી ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમૂનાઓ જેવાકે મેંગો મિલ્ક શેક, કેરીનો રસ, આઇસ્ક્રીમ, પનીર, ગાયનું દુધ, મરચુ પાઉડર, ખોયા, કુલ્ફી, પેકેજડ ડ્રિંકીગ વોટર વિગેરેનાં શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા.

જે નમૂનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં 19 નમૂના સબ સ્ટાન્ડર્ડ તેમજ 5-નમૂના મીસ બ્રાન્ડેડઆવેલ હોય કુલ-24-નમૂના ફેલ હોવાનું જાહેર થયું હતું. જેથી વેપારીઓ સામે એડજ્યુકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર, વડોદરા ખાતે એફ.એસ.એસ.એ.આઈ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...