તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજસીટોક:બિચ્છુ ગેંગના 23મા ગુંડાની છોટાઉદેપુર ખાતેથી ધરપકડ

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોહસીન ઉર્ફે ડોન - Divya Bhaskar
મોહસીન ઉર્ફે ડોન
 • શહેરમાં ઘોંસ વધતાં આસપાસનાં નગરોમાં આશ્રય
 • બિચ્છુ ગેંગનો નામચીન મુન્નો તડબૂચ હજુ પોલીસની પકડથી દૂર

ક્રાઈમ બ્રાંચ દ્વારા બિચ્છુ ગેંગના 23મા આરોપીની છોટાઉદેપુર ખાતેથી ગુજસીટોક હેઠળ ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુજસીટોક હેઠળ બિચ્છુ ગેંગના કુલ 26 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, 1998થી શહેરમાં હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, અપહરણ, ધાકધમકી સહિતના ગંભીર ગુના આચરી શહેરની જનતાને રંજાડી રહેલા કુખ્યાત બિચ્છુ ગેંગના અસલમ બોડિયા અને તેના 25 સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો.

ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.એસ. ચૌહાણના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા ગુજસીટોકના ગુના હેઠળ આરોપી મોહસીન ઉર્ફે ડોન ઝહીરમીયા શેખ (રહે. નાની છીપવાડ, યાકુતપુરા)ને છોટાઉદેપુરથી દબોચી લેવામાં આવ્યો છે. આ પહેલાં નામચીન અજ્જુ શેખ અને ઇરફાન ઉર્ફે ખન્નાને ક્રાઇમ બ્રાન્ચે યાકુતપુરામાંથી ઝડપી લીધા હતા. હજુ બિચ્છુ ગેંગનો નામચીન મુન્નો તડબુચ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો