તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટલમાં આપઘાત:‘મમ્મી-પપ્પા માફ કરજો, હું જિંદગીથી કંટાળી ગઈ છું’ લખી પારુલ યુનિવર્સિટીની ફોરેન્સિક સાયન્સની સ્ટુડન્ટનો હોટલમાં ગળાફાંસો ખાઈ આપઘાત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બિહારની યુવતીનો વડોદારની હોટલમાં આપઘાત. - Divya Bhaskar
બિહારની યુવતીનો વડોદારની હોટલમાં આપઘાત.
  • સયાજીગંજ પોલીસને હોટલમાંથી ફોરેન્સિક સ્ટુડન્ટની સુસાઈડ નોટ મળી
  • રિસેપ્શનથી અનેકવાર ફોન કરવા છતાં જવાબ ન અપાતાં માસ્ટર કીથી રૂમ ખોલાયો

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી નામંકિત અદિતિ હોટલમાં બિહારની 22 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તેની ઓળખ પારુલ યુનિવર્સિટીની ફોરેન્સિક સાયન્સની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીના રૂમમાં થઈ છે. તેણે સુસાઈડ નોટમાં તેનાં માતા-પિતાની માફી માગી છે અને લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજો; હું જિંદગીથી કંટાળી ગઈ છું. સ્ટુડન્ટના આપઘાતને પગલે સયાજીગંજ પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતા તેણે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી તેમ મળી આવી હતી.

સુસાઈડ નોટમાં મા-બાપની માફી માગી
સયાજીગંજ પીઆઈ એસ જી સોલંકીએ જણાવ્યું હતું કે, પારુલ યુનિવર્સિટીની ફોરેન્સિક સાયન્સની ફર્સ્ટ યરની સ્ટુડન્ટ સવારે જ હોસ્ટેલથી હોટલમાં આવી હતી. અહીં હોટલમાં તેણે રાત્રે પોતાના વતનની ટ્રેન પકડીને જવાની હોવાનું કહીને રોકાઈ હતી. જો કે તેના સંબંધીએ આવીને તેનો સંપર્ક કરતા ફોન ન ઉપાડતાં હોટલ સ્ટાફે રૂમ ખોલતાં તે મૃત હાલતમાં મળી હતી. તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજો. તમે મને ખુશ રાખી છે પણ હું જિંદગીથી કંટાળી ગઈ છું.

યુવતીએ મોબાઈલ પણ ન ઉપાડતાં રૂમ ખોલાયો
બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં આજે સવારે બિહારના મુઝફ્ફરપુરની વતની 22 વર્ષીય સોનમ કુમારીએ રૂમ બુક કરાવી ચેક ઇન કર્યું હતું. હોટલના રૂમ નં-202માં ગયા બાદ બપોરના સમયે સોનમને મળવા માટે તેના સગા આવ્યા હતા. જેથી રિસેપ્શન પરથી સોનમના રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ સોનમના મોબાઇલ પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતા કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી હોટલના મેનેજર અને લેડીઝ સ્ટાફ રૂમની માસ્ટર કી લઇ પહોંચ્યા હતા.

ટીવીનો અવાજ ફુલ હતો
હોટલના રૂમ પાસે પહોંચતા ટીવીનો જોર જોરથી અવાજ આવી સંભળાઇ રહ્યો હતો. જેથી રૂમનો દરવાજો માસ્ટર કી વડે ખોલતા સોનમ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. બનાવને પગલે હોટલના સ્ટાફ દ્વારા તાત્કાલીક આ મામલે પોલીસ કંટ્રોલરમૂને દાણ કરી હતી. જેથી સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં રૂમમાં તપાસ કરતા 22 વર્ષીય યુવતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો