ક્ષેમ કુશળ:કેદારનાથની યાત્રામાં વડોદરાના 22 યાત્રાળુ અટવાયા,હરિદ્વારમાં રોકાણ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાત્રાળુઓએ હરિદ્વારને બદલે ઋષિકેશનો રૂટ પસંદ કર્યો
  • 2 દિવસ બાદ રસ્તો ખુલ્લો​​​​​​​ થતાં યાત્રાળુઅોનું ગુપ્તકાશી-કેદારનાથ માટે પ્રયાણ

ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે મચેલી તબાહી વચ્ચે વડોદરાના 22 લોકો સહિત મોટી સંખ્યામાં કેદારનાથ જવા નીકળેલા શ્રદ્ધાળુઓ હરિદ્વાર ખાતે રોકાવાની ફરજ પડી હતી. બે દિવસ બાદ મંગળવારે રસ્તો ખુલતા હરિદ્વાર ને બદલે ઋષિકેશથી ગુપ્તકાશી અને કેદારનાથ જવા માટે પ્રયાણ શરૂ કર્યું હતું. તમામ યાત્રાળુઓના બે દિવસ વેડફાઇ ગયા હતા. જોકે કોઈ યાત્રાળુ માર્ગમાં ફસાયા હોય તેવી માહિતી મળી નથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા અને ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

વડોદરાના ગ્રૂપ સાથેના યાત્રાળુઓ.
વડોદરાના ગ્રૂપ સાથેના યાત્રાળુઓ.

વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા ભાવિન દવેના 24 વર્ષીય પુત્રી રિચા દવે તેમના ફતેગંજ વિસ્તારની મિત્ર પાયલ પોદ્દાર, વાડી વિસ્તારની ઈશાની મિસ્ત્રી અને ભરૂચની કિંજલ ચાવડા સાથે મુંબઈના ટ્રાવેલ એજન્ટ દ્વારા બુકિંગ કરાવી 50% ગ્રુપ સાથે કેદારનાથ જવા નીકળ્યા હતા. 16 તારીખે ટ્રેન દ્વારા નીકળેલું આ ગ્રુપ બે દિવસ અગાઉ કેદારનાથ જવા માટે હરદ્વાર થી પ્રયાણ કરવાનું હતું પરંતુ ત્યાં બદલાયેલા વાતાવરણને પગલે તેમને હરિદ્વારમાં રોકાણ કરવાની ફરજ પડી હતી.

ત્યારબાદ ટ્રાવેલ એજન્ટ દ્વારા મંગળવારે રસ્તો ખુલતા ઋષિકેશ થી ગુપ્તકાશી જવા માટે બસ દ્વારા પ્રયાણ હાથ ધર્યું હતું . રિચા દવેએ જણાવ્યું હતું કે, પાંચ કલાકનો રસ્તો કાપતા આઠ કલાકથી વધુ સમય લાગી રહ્યો છે. રસ્તા પર વાહનોની લાંબી કતાર ને પગલે સમય વેડફાય છે કે પ્રશાસન દ્વારા સલામતી અને સુવિધા અંગે ખૂબ જ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.

નાળા તૂટી જતાં ટ્રાફિક અવરોધાયો
​​​​​​​અમે પાંચ જણા કાર લઈને કેદારનાથ જઇ રહ્યાં છે. નાળા તૂટી જતાં ટ્રાફિક અવરોધાય છે.ગુપ્તકાશીથી હેલિકોપ્ટરમાં કેદારનાથ જઇશું. -પૃથ્વીસિંહ સોલંકી

સાવલીના 14 યાત્રાળુ આજે કેદારનાથ જશે
સાવલી અને સમલાયાના 14 યુવાનોનું ગ્રુપ કેદારનાથ જવા માટે હરિદ્વાર પહોંચ્યું હતું પરંતુ ખરાબ હવામાનને કારણે હરિદ્વાર ખાતે તેમને યાત્રા અટકાવી પડી હતી. સાવલીના સાગર શાહે જણાવ્યા મુજબ હવે વાતાવરણ ખુલતા 21મી એ ફરી એક વખત યાત્રા શરૂ કરીશું.

અન્ય સમાચારો પણ છે...