વિદ્યાર્થી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે:વડોદરાના 22 NCC કેડેટની દિલ્હીમાં યોજાનારી પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી કરાઇ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

વડોદરા ના કુલ 22 એન.સી.સી કેડેટની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડ માં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત ખાતે દર વર્ષે વિવિધ શાળા-કોલેજ ના આર્મી ,નેવી અને એરફોર્સ ના કુલ 111 કેડેટ ની પસંદગી થતી હોય છે અને ગુજરાત નું નેતૃત્વ કરી 26 મી જાન્યુઆરીએ યોજાનારી રાજપથની પરેડ માં ભાગ લેતા હોય છે.

તારીખ 1 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2023 સુધી ચાલતો આ રી-પબ્લિક પરેડ કેમ્પ માં વડોદરા ના કુલ 22 એન.સી.સી કેડેટ ની પસંદગી કરવામાં આવી છે. જેઓ વિવિધ કોલેજ અને વિવિધ શાળામાં અભ્યાસ સાથે સાથે એન.સી.સી જેવી સાહસિક અને દેશ વિકાસ ની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આર્મી વિંગ ના કુલ 11, એરફોર્સ વિંગ ના 7 ,અને નેવી વિંગ ના 4,કેડેટ નો સમાવેશ થાય છે.

1 મહિના ના આ રી-પબ્લિક પરેડ કેમ્પ માં દેશના વિવિધ રાજ્યમાંથી કુલ 1200 વિદ્યાર્થીઓ સામેલ થશે. જેમાં પોતાના રાજ્ય ના સાંસ્કૃતિક વારસા ને પ્રદર્શિત કરશે સાથે સાથે,નેશનલ ઇન્ટિગ્રેશન અવેરનેસ પ્રોગ્રામ કોમ્પિટિશન,ડ્રિલ કોમ્પિટિશન, ગાર્ડ ઓફ ઓનર, બેસ્ટ કેડેટ કોમ્પિટિશન, ફ્લેગ એરિયા કોમ્પીટીશન, લાઈન એરિયા કોમ્પિટિશન, એર મોડલિંગ,નેવલ ના શિપ મોડલિંગ માં ભાગ લઈ ગુજરાત નું આગવું પ્રદર્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...