જુગારધામ પર રેડ:વડોદરામાં દંતેશ્વરના અનુપમનગરમાં જુગાર રમતા 22 જુગારીયા ઝડપાયા, પોલીસે 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
સર્વેલન્સ સ્ટાફની ટીમે દરોડો પાડીને 2.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 22 જુગારીયાને ઝડપી પાડ્યા હતા - Divya Bhaskar
સર્વેલન્સ સ્ટાફની ટીમે દરોડો પાડીને 2.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 22 જુગારીયાને ઝડપી પાડ્યા હતા
 • અંગજડતીના 87,040 તથા જમીનદાવના 12,080, 20 મોબાઇલ અને 4 બાઇક જપ્ત

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા અનુપમનગરમાં જુગાર રમતા 22 જુગારીયાને 2.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે મકરપુરા પોલીસે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપીઓના 20 મોબાઇલ અને 4 બાઇત જપ્ત કર્યાં મકરપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.આઇ. પટેલને દંતેશ્વર અનુપમનગરના મકાન નં- સી-210માં રહેતો સુલખાન બદ્રીપ્રસાદ ચૌધરી પોતાના ઘરે જુગાર રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી. જેને આધારે સર્વેલન્સ સ્ટાફની ટીમે દરોડો પાડીને 2.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 22 જુગારીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળ ઉપરથી અંગજડતીના રોકડા રૂપિયા 87,040 તથા જમીનદાવના 12,080 અને 20 મોબાઇલ અને 4 બાઇક જપ્ત કરી હતી.

પકડાયેલા આરોપીઓના નામ

 • સુલખાન બદ્રીપ્રસાદ ચૌધરી રહે, સી-210 અનુપમનગર, દંતેશ્વર વડોદરા
 • અજયભાઈ શંભુભાઈ ચૌધરી રહે, સીંધુનગર, ગીતામંદિર ગાજરવાડી, વડોદરા
 • શ્યામસુંદર મલુરે ચૌધરી રહે. વચલુ ફળીયુ, રાજેશની ચાલ, દંતેશ્વર ગામ, વડોદરા
 • મુસ્તાકભાઈ હાજીભાઈ ખલીફા રહે. ખરાદીવાડા, નાલમવાડા, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, વાડી, વડોદરા
 • દિપકભાઈ શંભુભાઇ ચૌધરી રહે. સીંધુ નગર, વિહાર ટોકીઝની પાછળ, વાડી વડોદરા
 • કરણકુમાર સુલખાન ચૌધરી રહે. અનુપમનગર, રેલવે કોલોની પાછળ, દંતેશ્વર વડોદરા
 • કરણ સંતોષભાઈ ચૌધરી રહે. નાની શાક માર્કેટ, ગાજરાવાર્ડ, વડોદરા
 • કપીલસિંગ રામગોપાલ ચૌધરી રહે. સોનીપોળ, ગાજરાવાડી પાસે, રંગમહલની બાજુમાં, વાડી વડોદરા
 • બલવીર દેવીદાસ ચૌધરી રહે. શ્રીરામ પાર્ક, ઉદય બેકરી ગણેશનગરની પાછળ, ડભોઈ રોડ, વડોદરા
 • હરીઓમ ઉર્ફે ગોલુ દેવિદાસ ચૌધરી રહે. પઠાણ બેકરી, ગોલવાડાની બાજુમા, નાગરવાડા, વડોદરા
 • શીલુકુમાર શ્રીહરીપ્રસાદ ચૌધરી રહે, દંતેશ્વર ગામ, વચલુ ફળીયુ રાજેશભાઈ ડીશવાળાની બાજુમા, વડોદરા
 • સુસવીંદર છોઢેલાલ એરવાલ રહે દંતેશ્વર ગામ, વચલુ ફળીયુ, વડોદરા
 • સંતોષ ધનીરામ ચૌધરી રહે, ગાજરાવાડી, વીમલ બેકરી પાસે, હનુમાન મંદિરની પાસે, વાડી વડોદરા
 • બલીરામ ભગવાનજી ચૌધરી રહે, ભાથુજી મંદિર પાસે, ખુશબુ બેકરીની બાજુમા, સોમા તળાવ વડોદરા
 • સંતોષ શ્રીશ્યામલાલ ચૌધરી રહે, ગણેશનગર, ભાથુજી મંદિર પાસે, સોમા તળાવ વડોદરા
 • અનિલ આત્મારામ ચૌધરી રહે. મારવાડી મહોલ્લો, દંતેશ્વર ગામ, વડોદરા
 • ગુલામ રસુલ ગુલામ નબી લુહાર રહે. ૨૦૬ ઈત્રા ફ્લેટ, સંજરી ચીકનની સામે, મદાર મહોલ્લો, યાકુતપુરા, વડોદરા
 • મંગલસિંગ ચોખીલાલ ચૌધરી રહે. રાઠોડીયા વાસ, માળી મહોલ્લો દંતેશ્વર ગામ, વડોદરા
 • પપ્પુ કલ્લુભાઈ યાદવ રહે; પ્રકાશ બેકરી પ્રતાપનગર બ્રીજ પાસે, વડોદરા શહેર
 • બીરેન્દ્ર મનીલાલ કઠેરીયા રહે. એની ટાઈમ બેકરી, ખાટકી વાડ, ગુજરાતી સ્કુલની બાજુમા, પાણીગેટ વડોદરા
 • રાજેશભાઈ લાલારામ ચૌધરી રહે, દંતેશ્વર ગામ વચલુ ફળીયુ રાજેશભાઈ ડીશવાળાની બાજુમાં, વડોદરા
 • જીતેન્દ્રકુમાર પુરણભાઈ ચૌધરી રહે, દંતેશ્વર ગામ વચલુ ફળીયુ રાજેશભાઈ ડીશવાળાની બાજુમા, વડોદરા
અન્ય સમાચારો પણ છે...