તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 22 Certificate Courses Will Be Started In Commerce Faculty To Develop Additional Skills In Education Along With Education In Students.

ભાસ્કર વિશેષ:વિદ્યાર્થીમાં શિક્ષણની સાથે વધારાની સ્કીલ ડેવલપ કરવા કોમર્સ ફેકલ્ટીમાં 22 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • MSUમાં 40 વિદ્યાર્થીની ક્ષમતાવાળા કોર્સ 30 કલાકથી લઈ 50 કલાક સુધીના હશે

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આગામી સમયમાં 22 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ 30 કલાકથી લઇને 50 કલાક સુધીના હશે. 40 વિદ્યાર્થીઓની કેપેસિટીવાળા અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. મ.સ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા 22 જેટલા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવનાર છે. શોર્ટ ટર્મ સર્ટિફિકેટ અને સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમની સાથે વધારાની સ્કીલ મેળવી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ કોર્સના પગલે વિદ્યાર્થીઓને આગળ જતાં તેમની કેરિયરમાં પણ ફાયદો થશે.

ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા 10 કોર્સ શરૂ કરાશે, જેમાં ડિજિટલ એન્ડ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઇફેક્ટિવ બિઝનેસ કમ્યુનિકેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેમ્પસ ટુ કોર્પોરેટ એચઆર સ્કીલ, ઇફેક્ટિવ સીલિંગ સ્કીલ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પ્રોસિજર એન્ડ ઓપરેશન, ઓફિસ એડમિનિસ્ટ્રેશન એન્ડ કમ્પ્યૂટિંગ સ્કીલ, સર્વિસ મેનેજમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ન્યૂ વેન્ચર ક્રીએશન, રિટેલિંગ સેલ્સ એન્ડ ઓપરેશનના કોર્સનો સમાવેશ થાય છે.

એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં એકાઉન્ટિંગ એન્ડ લીગલ પ્રોસિજર, ઇ-ફાઇલિંગ ઓફ ઇન્કમટેક્સ રિટર્ન, કમ્પ્યૂટર બિઝનેસ એકાઉન્ટિંગ એન્ડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો કોર્સ શરૂ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સમાં એપ્લિકેશન ઓફ માઇક્રોસોફ્ટ એક્સેલ ફોર બિઝનેસ એનાલિસીસ, ફન્ડામેન્ટલ ઓફ વેલ્થ ક્રીએશન, એપ્લાઇડ સ્ટેસ્ટીરસ ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ એનાલિસીસ, ઇન્કવેસ્ટિંગ ઇકોનોમિક્સ, લર્નિંગ ઇકોનોમિક્સ કેસ સ્ટડીઝ, ફાઉન્ડેશન ફોર એપ્લાઇડ ઇકોનોમિક્સ, એપ્લોયબેલિટી સ્કીલ ફોર સર્વિસ સેક્ટરનો કોર્સ શરૂ કરાશે.

જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ એન્ડ રૂરલ સ્ટડીઝ દ્વારા કો-ઓપરેટિવ એન્ડ ધેર રોલ ઇન ડેવલપિંગ રૂરલ ઇન્ડિયા તથા માઇક્રો ફાઇનાન્સ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો કોર્સ શરૂ કરવામાં આવશે. 40 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતાવાળા આ કોર્સીસ 30 કલાકથી લઇને 50 કલાક સુધીના હશે. જેનાથી વિદ્યાર્થીમાં વધારાની સ્કીલ ડેવલપ થશે.

અન્ય સમાચારો પણ છે...