વડોદરા:વધુ ભાવ લઇને પાન-મસાલા અને ગુટખાની કાળાબજારી કરનારા 21 એકમો અને ગ્રાહક અધિકારોનો ભંગ કરનારા 52 એકમો દંડાયા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા જિલ્લા કલેક્ટર સૂચના અને માર્ગદર્શન પ્રમાણે જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્ર ગ્રાહક અધિકારોની સુરક્ષા માટે વડોદરા શહેર અને જિલ્લાના વ્યાપારિક એકમોની સતત નિરીક્ષણ મુલાકાત લઈ રહ્યું છે અને કસૂરવારો સામે કાનૂની માપ વિજ્ઞાન અને નિર્ધારિત ભાવે વેચાણના નિયમના ભંગ માટે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યું છે.
73 એકમો પાસેથી ગુના માંડવાળ ફી પેટે રૂ.75000 ની વસુલાત કરાઈ
કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, વડોદરાના મદદનીશ નિયંત્રક અને ગ્રાહક સુરક્ષા અધિકારી રાજેન્દ્ર નીનામાએ જણાવ્યું કે, મે મહિનામાં પાન-મસાલા અને ગુટખા તેમજ તમાકુ ઉત્પાદનોના છાપેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલીને ગ્રાહકો સાથે કાળાબજારી કરતા 21 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કાનૂની માપ વિજ્ઞાનની વિવિધ જોગવાઇઓનો ભંગ કરીને ગ્રાહક અધિકારોનું હનન કરવા માટે 52 એકમો સામે વિધિસર ના પગલા લેવામાં આવ્યા છે અને આ 73 એકમો પાસેથી ગુના માંડવાળ ફી પેટે રૂ.75000 ની વસુલાત કરવામાં આવી છે. કચેરીની નિરીક્ષણ ટુકડીઓએ કુલ 227 એકમોમાં તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...