તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:2 ખેડૂત સહિત 21 મોત, વધુ 127 પોઝિટિવ કેસ, 57 દર્દી વેન્ટિલેટર પર રખાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં 1,363 દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • વધુ 106 દર્દીઓ સાજા

શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સોમવારે વધુ 127 લોકો કોરોના સંક્રમિત જણાતા તેઓને સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે શહેરની ખાનગી અને સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી 106 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. પાલિકાના ચોપડે સોમવારે સત્તાવાર વધુ બે મોત નોંધાતા મૃત્યુઆંક 163 પર પહોંચ્યો છે. સોમવારે 2 ખેડૂત સહિત 21ના કોરોનાથી મોત થયાનું જાણવા મળ્યું હતું.

શહેરમાં મંગળવારે 3,343 નમૂના લેવાયા હતા. જેમાંથી 3,216 નમૂના નેગેટિવ આવ્યા છે. જ્યારે 127 જેટલા નમૂના કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હાલમાં 1,363 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 1,156 સ્ટેબલ, 150 દર્દીઓ ઓક્સિજન પર અને 57 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ સામે 8,161 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા છે. જેમાં આજના વધુ 106 દર્દીઓનો પણ સમાવેશ થાય છે.

આજે પોઝિટીવ આવેલા કેસ શહેરના અકોટા, માણેજા, માંજલપુર, કારેલીબાગ, વાઘોડિયા રોડ, હરણીરોડ, દિવાળીપુરા, છાણી, નિઝામપુરા, સમા, વાસણા રોડ, પ્રતાપનગર, વડસર, આજવારોડ, તાંદલજા, સુભાનપુરા, ગોરવા રોડ, ફતેગંજ અને ગોત્રીમાં સામે આવ્યા છે. જ્યારે વડોદરા શહેરની આસપાસના ડભોઇ, કરજણ, પીપલોદ, ગોરજ, દશરથ, બિલ, ઉંડેરા, સાવલી, સમયાલા, ડેસર, વાઘોડિયા અને બાજવા તેમજ ભાયલીમાં પણ નવા કેસ મળ્યાં છે.

સમા પોલીસ મથકના પીઆઇ સહિત બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સામાન્ય માણસથી માંડી રાજકીય નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવી રહયો છે. ત્યારે હવે સમા પોલીસ મથકના પીઆઇ અને અન્ય એક કર્મચારી કોરોના પોઝિટીવ આવતાં તેમના સાથી પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક કર્મચારી સેલ્ફ ક્વોરોન્ટાઈન થયા છે.

ધન્વંતરી રથમાં 5,309 લોકોની તપાસ 112 લોકોને શરદી-ખાંસીના લક્ષણો
વડોદરા શહેરમાં તંત્રએ શરૂ કરેલ ધન્વંતરી રથ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 5,309 લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 2,337 પુરુષો અને 2,972 મહિલાઓનું ચેકિંગ કરાયું હતું. આ તપાસમાં તાવના 25 કેસ સામે આવ્યા હતા. જયારે 87 લોકોને શરદી અને ખાંસીના લક્ષણો જણાયા હતા. અત્યાર સુધી ધન્વંતરી રથ મારફતે શહેરમાં 3,84362 લોકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...