18 વર્ષથી નીચેની વયના તમામ બાળકો સામેના જાતીય અપરાધોમાં ન્યાય અપાવતી પોક્સો કોર્ટોમાં બે વર્ષથી પેન્ડિંગ કેસ વધી રહ્યાં છે. આવા કેસો માટેની કોર્ટોમાં ચાલુ વર્ષે 1 નવેમ્બર સુધીમાં 2087 પેન્ડિંગ કેસો સામે 480નો નિકાલ થયો હતો. બે વર્ષમાં આવા કેસોનો નિકાલ ઝડપથી ઘટી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની પોક્સો કોર્ટમાં 2017થી 2020 સુધીમાં 817ની સામે 1,396 કેસોનો નિકાલ થયો હતો. કોરોના બાદ 2021 અને 2022ના 924 પડતર કેસ સામે 319 કેસ જ કોર્ટમાં ડિસ્પોસ્ડ થયા છે. જેની ટકાવારી બે વર્ષમાં 170 ટકાથી ઘટીને 35 ટકા પર પહોંચી ગઇ છે.
32 જિલ્લાનું એનાલિસિસ કરતા જાણવા મળે છે કે, ખેડા, વલસાડ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટને બાદ કરતાં એક પણ જિલ્લાઓમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબરમાં 10થી ઓછા કેસોનો નિકાલ થયો છે. વડોદરાના પોક્સોના કેસ ચલાવતા એડવોકેટે કહ્યું કે, સગીરાને કોર્ટની તારીખ નજીક આવતાં માનસિક કારણે ઝાડા-ઉલટી થઇ તબિયત કથળી જતી અને સયાજીમાં દાખલ કરાતી. આવા કિસ્સાઓ પણ ઘણીવાર થતા હોય છે.
આ કારણોસર પોક્સો કેસોમાં નિકાલ ધીમો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.