વેકેશન ઇફેક્ટ:1500ની ક્ષમતા ધરાવતી ટ્રેનમાં 2000ની મુસાફરી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉતર ભારતની ટ્રેનોમાં ભીડ
  • રેલવે તંત્ર દ્વારા વધુ ટ્રેનો દોડાવવા આયોજન

મુંબઇથી અને અમદાવાદથી ઉતર ભારત જતી ટ્રેનોમાં ઉનાળાની રજાઓને લીધે ભારે ભીડ થતાં 1500ની કેપેસીટીવાળી ટ્રેનમાં 2000 મુસાફરોને બેસવું પડે છે. ઉનાળાની નવી ટ્રેનો શરૂ થાય તે પહેલાં રેલવે દ્વારા વેઇટિંગ ટિકીટો અપાતાં ભીડમાં વધારો થઇ રહ્યો છે. રેલવે કહે છે કે ‘ભીડના પગલે વધુ ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે.

અમદાવાદથી ગોરખપુર, સાબરમતી, અઝીમાબાદ જતી ટ્રેનોમાં ભારે ભીડ થાય છે. બિહાર જતી અઝીમાબાદ એક્સપ્રેસ, અમદાવાદથી બિહાર અને ઉતરપ્રદેશ જતી સાબરમતી એકસપ્રેસ અને અમદાવાદ- ગોરખપુર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની છે. પાસ હોલ્ડર એસો.ના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ જણાવ્યું હતું કે વેઇટિંગવાળા મુસાફરોને દંડ ભરીને મુસાફરી કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...