શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો યોજાયો છે. જેમાં દેશ-વિદેશમાંથી આવેલી વિન્ટેજ કાર્સ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં 9 વિન્ટેજ રોલ્સ રૉયસ સહિત બેન્ટલી મસ્ટાંગ, મર્સિડિઝ વગેરે 200 ગાડીઓ પ્રદર્શિત કરાઇ છે. સાથે વિન્ટેજ ટુ-વ્હિલર્સ પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
એશિયાનો સૌથી મોટો કાર શો
ગઇ કાલે લક્ષ્મી વિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હેરીટેજ કારની રેલી યોજાય હતી. જ્યારે આજે સવારે રાજવી પરિવાર દ્વારા આ હેરિટેજ કાર શોનો પ્રારંભ કરાયો હતો. આજથી શરૂ થયેલ આ કાર શો ત્રણ દિવસ સુધી ચાલશે. જેને નિહાળવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી લોકો પણ આવી રહ્યા છે. કારણ કે આ હેરીટેજ કાર શો એશિયાનો સૌથી મોટો કાર શો છે અહીં 200થી વધારે કાર જોવા મળશે.
રાજવી પરિવારની ઉપસ્થિતિ
રાજમાતા શુંભાગિની દેવી ગાયકવાડે રિબીન કાપી આ હેરીટેજ કાર શોનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે સમસ્ત રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમરજીતસિંહ ગાયકવાડ,મહારાણી રાધિકારાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાવાસીઓ તેમજ દેશ-વિદેશમાંથી પધારેલ લોકો આ હેરીટેજ કાર શોને ત્રણ દિવસ સુધી નિહાળી શકશે. સાથે આગામી દિવસોમાં ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા સહિતના ઉદ્યોગપતિઓ પણ આ કાર્સ નિહાળવા માટે આવશે.
27 દેશમાંથી જ્યૂરી મેમ્બર
200થી વધારે વિન્ટેજ કાર જોવા મળી રહી છે.એક આનંદનું વાતાવરણ છે. ભારત અને વિદેશમાંથી પણ લોકો ગાડી બતાવવા માટે અહીં આવ્યા છે. આ એક ખૂબ જ સુંદર અવસર છે કે શહેરમાં લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે 1902 થી લઇને 1975 સુધીની અદભુત કારોનો ખજાનો જોવા મળી રહ્યો છે. આ શો માં બહારથી જ્યુરી મેમ્બર પણ 27 દેશમાંથી આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટિ સુધી ભવ્ય રેલી
અત્રે ઉલ્લેખનીય છે કે આ શો અંતર્ગત ગઇ કાલે વિન્ટેજ કાર રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ આ રેલીમાં જોડાઈ હતી. આ રેલીનું પ્રસ્થાન રાજવી પરિવાર અને શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંઘના હસ્તે કરવામાં આવ્યું હતું.
કઇ કઇ વિન્ટેજ કાર્સ પેલેસમાં પ્રદર્શમાં મુકાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.