તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 200 People Who Were Vaccinated In The First Phase Did Not Come For The Second Dose, 401 People Took The Second Dose After 28 Days In 6 Hospitals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંભીર બેદરકારી:પ્રથમ ફેઝમાં રસી લેનારા 200 લોકો બીજો ડોઝ લેવા ન આવ્યા, 6 હોસ્પિટલમાં 28 દિવસ બાદ 401 લોકોએ બીજો ડોઝ લીધો

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાથી વધુ 42 સંક્રમિત થયા, 41 દર્દીઓને રજા અપાઈ

શહેરની 6 હોસ્પિટલોમાં સોમવારે વેક્સિનેશનનો બીજો ડોઝ અપાયો હતો. ગત 16મીએ વેક્સીનનો પહેલો ડોઝ આપ્યા બાદ સોમવારે 401 લોકોએ વેક્સિન મૂકાવી હતી. 28 દિવસ પહેલાં 600 પૈકીના 401 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબો, મેડિકલ સ્ટાફ, પોલીસ અને અન્ય સરકારી કર્મચારી સહિત 600 લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ 16મીએ અપાયો હતો. જેના 28 દિવસ પછી સોમવારે બીજો ડોઝ અપાયો હતો. સયાજી સહિત 6 હોસ્પિટલમાં સોમવારે 401 વોરિયર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. જોકે પહેલા દિવસે પહેલો ડોઝ લેનારા પૈકી 200 લોકો બીજો ડોઝ લેવા પહોંચ્યા નહતા. આ અંગે આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલના જણાવ્યા અનુસાર બાકીના 200 લોકો કોઈ કામથી બહાર હોવાથી આવનાર દિવસોમાં વેક્સીન લેશે.

શહેરમાં સોમવારે લેવાયેલા 2,021 નમૂનામાંથી 42 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 41 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. શહેરમાં કુલ પોઝિટિવનો આંકડો 24,146 પર પહોંચ્યો હતો. શહેરમાં સારવાર લેતા 598 દર્દીમાં 24 વેન્ટિલેટર પર છે, જ્યારે 61 દર્દી ઓક્સિજન પર છે. સોમવારે 41 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ કોરોનામુક્તોનો આંક 23,307 પર પહોંચ્યો હતો. જોકે છેલ્લા 24 કલાકમાં એક પણ મોત પાલિકાના ચોપડે નોંધાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો