વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:2 નરાધમને પકડવા 200 લોકોની પૂછપરછ, ભૂતકાળના સેક્સ ઓફેન્ડરોની પણ તપાસ કરી, બહુ જલ્દી જ આરોપીઓને પકડી પાડીશું: રેલવે રેન્જ આઇજી

વડોદરા2 મહિનો પહેલા
નવસારીની વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે.
  • ડેટા એનાલિસીસનું કામ રાત-દિવસ ચાલી રહ્યું છેઃ સુભાષ ત્રિવેદી

વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં 200 જેટલા લોકોની પૂછપરછ કરી છે અને ભૂતકાળના સેક્સ ઓફેન્ડરોની પણ તપાસ કરી રહ્યા છીએ.

ડેટા એનાલિસીસ રાત-દિવસ ચાલી રહ્યું છે.
રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે. ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસનો સમગ્ર સ્ટાફ અને ફોરેન્સિક સ્ટાફની પણ કામગીરીમાં જોડાઇ છે. ઘટના ક્રમ, તમામ સાક્ષીઓ, સમય, બનાવનું સ્થળ, સંજોગો, આરોપીની સંભાવનાઓ અને ભૂતકાળના સેક્સ ઓફેન્ડરોની તપાસ કરવામાં આવી રહી છે. ડેટા એનાલિસીસનું કામ રાત-દિવસ ચાલી રહ્યું છે.

વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી

શકમંદો અને આસપાસની જગ્યાના ઈસમોની પૂછપરછ ચાલી રહી છે
વધુમાં જણાવ્યું હતું કે, શકમંદો અને આસપાસની જગ્યાના ઈસમોની પૂછપરછ ચાલી રહી છે. નજીકના ભવિષ્યમાં આરોપીને પકડી પાડવાનો અમને વિશ્વાસ છે. અનેક વ્યક્તિઓને બોલાવીને પૂછપરછ થઈ રહી છે. આ કેસ મુદ્દે 200 જેટલા લોકોની પૂછપરછ થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર જાતે આ કેસ પર નજર રાખી રહ્યા છે. તેઓ આખી રાત ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં હાજર હતા.

યુવતીની તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી
યુવતીની તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી

આરોપીઓને બચાવવાના પ્રયાસની વાતને ફગાવી દીધી
નવસારીની વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં વડોદરામાં હજી સુધી કોઇ ફરિયાદ નહીં નોંધાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. આરોપીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની વાતને રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ ફગાવી દીધી હતી.

રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ આ કેસ પર નજર રાખી રહ્યા છે.
રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ આ કેસ પર નજર રાખી રહ્યા છે.

ગુજરાત કવીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે, આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રીક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

વેક્સિન ગ્રાઉન્ડમાં બે નરાધમોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું
વેક્સિન ગ્રાઉન્ડમાં બે નરાધમોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું

ઉચ્ચ અધિકારીઓ આ કેસ પર નજર રાખી રહ્યા છે
વડોદરા શહેરના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમને શોધવા રાજ્યની 5 એજન્સી કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. રેલવે આઈજી સુભાષ ત્રિવેદી સહિત પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ આ કેસ પર નજર રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...