રેસ્ક્યૂ:રણુ પાસે150 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલી 20 વર્ષની યુવતીનું દિલધડક રેસ્ક્યૂ કરાયું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાદરાના રણુ પાસે આવેલા હરણ માર્ગ ગામનો બનાવ
  • વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા ઝેરી સાપ વચ્ચે અંધારામાં બચાવ કામગીરી

પાદરા તાલુકાના રણુ પાસે આવેલા હરણ માર્ગ ગામે 150 ફૂટ ઊંડા કૂવામાં પડેલી 20 વર્ષની યુવતીને વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી હતી. રાત્રીના સમયે ઝેરી સાપ વચ્ચે અવાવરું કૂવામાં ફાયરબ્રિગેડ દ્વારા યુવતીનો જીવ બચાવીને બહાર કાઢતાંની સાથે જ તેની માતા બેશુદ્ધ બનતાં માતા અને પુત્રીને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

હરણ માર્ગ ગામે રહેતા શ્રમજીવી પરિવારની 20 વર્ષની પુત્રી અચાનક તેમના ઘરની સામે આવેલા કૂવામાં ખાબકી હતી. પરિવાર દ્વારા સાંજે શોધખોળ બાદ ગામના સરપંચ દ્વારા વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં દોડી ગયેલા ફાયર ઓફિસર નિકુંજ આઝાદ અને ટીમ દ્વારા રોપ રેસ્ક્યૂ પદ્ધતિથી લાશ્કરોને કૂવામાં ઉતારવામાં આવ્યા હતા. 8:15 વાગ્યે કૂવા પાસે પહોંચેલા લાશ્કરો દ્વારા દોઢ કલાકની જહેમત બાદ યુવતીને હેમખેમ બહાર કાઢી લીધી હતી. 150 ફૂટ ઉપરથી નીચે પટકાવાને પગલે તેને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે ફાયર ઓફિસર દ્વારા યુવતી ભાનમાં હોવાને પગલે પરિવારજનો સાથે તેની વાતચીત કૂવાની અંદરથી જ કરાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...