તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર દિવાળીના તહેવારો ફરવા માટે રાજસ્થાન ગયો હતો. તે સમયે બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 20 હજાર રૂપિયાની મત્તા ચોરીને એક તસ્કર ફરાર થઇ ગયા હતા. મકાન માલિકે મોબાઇલ એપ્લિકેશન પોતાના ઘરના CCTV ચેક કરતા ચોરી થયાની જાણ થઈ હતી.
CCTVમાં ચોરી થયાની ખબર પડતા પરિવાર ઘરે દોડી આવ્યો
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નોવિનો-તરસાલી રોડ પર આવેલી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા શેખર ક્રિષ્ન મોહન શ્રીવાસ્તવ ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે દવાઓનું માર્કેટિંગ કરે છે. 16 નવેમ્બરના રોજ તેઓ પોતાના મકાનને તાળું મારીને પરિવાર સાથે રાજસ્થાનના ઉદેપુર ખાતે ફરવા માટે ગયા હતા.
મોબાઈલની એપ્લિકેશનમાં CCTV ચેક કરતાં ખબર પડી કે ઘરમાં ચોરી થઇ
દરમિયાન તેઓએ ઘરમાં લગાવેલા CCTV મોબાઈલની એપ્લિકેશનમાં ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, ઘરમાં ચોરી થઈ છે, જેથી તેઓ તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઘરના પાછળના ભાગે આવેલુ જાળીનું લોક તોડીને ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર બેડરૂમમાં મૂકેલી તિજોરીમાંથી રોકડા રૂપિયા 10 હજાર, ચાંદીની ૩ નંગ પાયલ, સોનાની વીંટી સહિત 20 હજાર રૂપિયાની મતા ચોરી નાસી છૂટ્યો હતો. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘરફોડ ચોરી કરવા નિકળેલો શખ્સ ઝડપાયો
બીજા બનાવમાં સિટી પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન માંડવી સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરના દરવાજા પાસે શંકાસ્પદ વ્યક્તિ જણાતા પોલીસે પૂછપરછ કરતા વ્યક્તિએ પોતાનું નામ ભગવાન ગુલાબરાવ ટીનાની (રહે- કોટ વિસ્તાર, વારસિયા) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલી બેગમાં તપાસ કરતા તેમાંથી હથોડી, કોન્સ, હેકસો બ્લેડ, ડિસમિસ, ટેસ્ટર, કટર પટ્ટી, વગ્રાઈન્ડર, પાનુ, તિજોરીની ચાવી અને ટોર્ચ વગેરે હથિયારો મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઘરફોડ ચોરી કરવાના ઇરાદે સાધનો રાખ્યો હોવાનું ફલિત થયું હતું. જેથી પોલીસે તેની વિરૂદ્ધ જી.પી.એકટ 122(ઇ)મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.