તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અગાઉ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતી 20 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યું

વડોદરા11 દિવસ પહેલા
સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.
  • વડોદરા પાલિકા દ્વારા સવારથી અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરાઈ

શહેરમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવશે. તે પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલી દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

બગીચાના સમયમાં પણ ફેરફાર કરાયો
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તે બાદ હવે વડોદરામાં પણ કોરોના કેસો પર નિયંત્રણ રાખવા માટે રાત્રિ કર્ફ્યૂનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. તો બીજી બાજુ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં બગીચા ખુલ્લા રાખવામાં આવ્યા તેમાં અગાઉ 8 કલાક બગીચા ખુલ્લા રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ આજે સવારથી સમયમાં ઘટાડો કરી સવારે 6થી નવ અને સાંજે ચારથી આઠ દરમિયાન બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તપાસ કરી કાર્યવાહી કરાઈ
વડોદરા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો કડક અમલ થાય તે અંગે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી. એ અધિકારીઓની બેઠક બોલાવી દરેક વોર્ડ કક્ષાએ ટીમ બનાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા વાહનો ઉપર માઇક લગાવી પ્રસારણ કરવાની સૂચના આપી હતી. જે આધારે આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા અને બોર્ડના અધિકારીઓની ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું અમલ કરાવવા ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન સવારે ચા-નાસ્તાની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નહીં હોવાનું જણાતા 20 દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો