પાલિકાની ટીમ આક્રમક બની:વધુ 20 રખડતી ગાય પકડી ગૌશાળામાં મોકલી દેવાઈ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માણેજાની ઘટના બાદ પાલિકા આક્રમક થઈ
  • પાલિકાની ટીમે 2 માસમાં 1660 ગાયો પકડી

માણેજામાં ગાયે ભેટી મારી કચડી નાખતાં વૃદ્ધાના થયેલા મોત બાદ પાલિકાની ટીમ આક્રમક બની છે. સવારથી શહેરમાં નીકળેલી ઢોરપાર્ટીની વિવિધ ટીમોએ 20 ગાયને પકડી તેને ગૌશાળામાં મોકલી આપી હતી.

હાઇકોર્ટની ટકોર અને મુખ્યમંત્રીની સૂચના બાદ શહેરમાં પાલિકાએ ઢોર પકડવા માટેની કડક હાથે કાર્યવાહી કરી હતી. જોકે તેમ છતાં શનિવારે માણેજામાં 60 વર્ષના વૃદ્ધાને ગાયે ભેટીઓ મારી પગ તળે કચડી નાખતાં તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જે ઘટના બાદ પાલિકાએ ત્યાંથી 51 ગાય જપ્ત કરી હતી. આ ઘટનાના બીજા દિવસે રવિવારે પણ ટીમો કાર્યરત રહી હતી અને 34 પશુઓ પકડ્યા હતા. જ્યારે સોમવારે સવારે વિવિધ વિસ્તારમાંથી 5 અને બપોર બાદ 15 ગાયોને પકડી ગૌશાળા ખાતે મોકલી આપી હતી. આ વેળાએ ઘર્ષણનો બનાવ બન્યો ન હતો. બે મહિનામાં 1660 ગાયનો પકડી તેને ઢોર ડબ્બામાં પૂરી છે.

અન્ય સમાચારો પણ છે...