વેપારીનું અપહરણ:વડોદરામાં 20 લાખની લેવડદેવડમાં વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ બાદ છુટકારો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરાના સમા સાવલી રોડ ખાતે ઓફિસ ધરાવતા વેપારીનું સોલાર કામગીરીની 20 લાખની વસુલાત મુદ્દે સોલાર કંપની સંચાલક અને તેના સાગરીતોએ કારમાં અપહરણ કર્યા બાદ ચાલુ કારમાં નાણાંની માગ સાથે અપશબ્દો બોલી માર મારી પરત છોડી ફરાર થઈ જવાનો બનાવ સમા પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. વેપારીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

તમારો હિસાબ ક્લિયર છે
મળેલી માહિતી મુજબ વેમાલી ખાતે રહેતા ભાવિકભાઈ ચૌહાણ સમા સાવલી રોડ લોટસ ઔરા ખાતે એનર્જી સિસ્ટમ નામની ઓફિસ ધરાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, બપોરના સુમારે મારી ઓફિસે શ્રીરામ સોલાર એનર્જીના માલિક કિરણ છગનભાઈ ચૌધરી ( રહે - કૃષ્ણ સર્વોદય સોસાયટી ,ગોત્રી ) અને તેમની સાથે આઝાદ નામનો વ્યક્તિ આવી પહોંચ્યા હતા. કિરણભાઈએ જણાવ્યું હતું કે, અમારી કંપનીએ તમારે ત્યાં કામ કર્યું છે તેના 20 લાખ રૂપિયા આપવા છે કે નહીં ? જેથી મે સામે જવાબ આપ્યો હતો કે, તમારો હિસાબ ક્લિયર છે કોઈ રૂપિયા મારે તમને આપવાના નીકળતા નથી.

કારમાં દુમાડ ચોકડી તરફ લઈ ગયા
દરમિયાન આઝાદે મને માર માર્યો હતો. અને ઓફિસ બહાર પાર્ક કરેલી બોલેરો કારમાં બેસાડી દુમાડ ચોકડી થઈ પદમલા, વિરોદ તરફ લઈ ગયા હતા. ચાલુ કારમાં પણ આરોપીઓએ નાણાની માંગણી કરી અપશબ્દો બોલી માર માર્યો હતો. આ દરમિયાન હું બહુ જ ગભરાઈ ગયો હતો અને બે હાથ જોડી આજીજી કરી હતી. ત્યારબાદ મને ઓફિસના સામેના ભાગે પરત મૂકી આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ત્રણ વ્યક્તિઓ પણ ઓફિસમાં ધસી આવ્યા
વપારીએ વધુમાં જણાવ્યું હતું કે કિરણ ચૌધરીએ આપણા માણસોને અંદર બોલાવી સાલાને ઉઠાવી લો તેવું કહેતા હતા. અને ઓફિસ બહાર ઉભા રહેલ હર્ષદ અરવિંદભાઈ પટેલ ( રહે - ઇગોલી ગામ, ધોળકા, અમદાવાદ) સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઓફિસમાં ધસી આવ્યા હતા. ભાવિકભાઈએ પોતાના કર્મચારીને પોલીસને ફોન કરવાનું જણાવતા આરોપીઓએ નોકરી કરવી છે કે નહીં ચૂપચાપ બેસી જા તેવી ધમકી આપી હતી. સમા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...