મંજૂરી:રખડતાં ઢોરોને પાંજરાપોળ મોકલવા માટે 20 લાખ મંજૂર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના વિરોધ વચ્ચે સ્થાયી સમિતિએ મંજૂરી આપી

શહેરમાંથી પકડાતાં રખડતાં ઢોર પર કે શહેરની બહાર પાંજરાપોળમાં મોકલવાની પાછળ પાલિકા એક કિલોમીટર 45 રૂપિયાનું ગાડી ભાડું ચૂકવી રહ્યા છે અને કોંગ્રેસના વિરોધ વચ્ચે વધુ 20 લાખ મંજૂર કરાયા છે. પકડાયેલા ઢોર કરજણ, જાંબુઘોડા, વ્યારા અને તાપી ખાતે પાંજરાપોળ અને ગૌશાળામાં શિફ્ટ કરવા પાલિકા પાસે બંધ બોડીનાં વાહનો નહીં હોવાથી ઇજારદાર પાસેથી લેવા પડે છે.

આવાં ઢોર શિફ્ટ કરવા રૂપિયા 5 લાખનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, પરંતુ કામગીરી વધતા બજેટ વપરાઈ ગયું છે. જોકે કામગીરી ચાલુ રહેતાં વધુ 5 લાખના ખર્ચની મંજૂરી મેળવાઈ હતી. હજી પણ ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ રહેવાની હોવાથી નવો ઇજારો ન અપાય ત્યાં સુધી વધુ રૂા.10 લાખનો ખર્ચ થવાની શક્યતા છે. 20 લાખની ખર્ચની મર્યાદામાં 6 મહિના માટેના ટેન્ડર મગાવ્યા હતા.

જેમાં પ્રતિ કિમી રૂા.45 ને ભાવે આઈસર ટેમ્પો ભાડે લેવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયીમાં રજૂ કરાઈ હતી.દરમિયાન કોંગ્રેસનાં સિનિયર કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી બજાર ભાવ કરતાં વધુ ભાવે આ વાહન ભાડે લેવાતું હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...