• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 20 Lakh From A Builder From Vadodara Was Seized By 5 Kinnars From Ahmedabad, Work On A Bungalow In Palanpur Cost Rs. 63.74 Lakh Not Paid

છેતરપિંડી:વડોદરાના બિલ્ડરના 20 લાખ અમદાવાદના 5 કિન્નરે પડાવ્યા, પાલનપુરમાં બંગલાનું કામ કરાવી રૂા. 63.74 લાખ ન ચૂકવ્યા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 કિન્નરો સામે બિલ્ડરની પત્નીની પોલીસમાં અરજી

શહેરના એક બિલ્ડરની પત્નીએ અમદાવાદના કિન્નર સમાજના પાંચ સામે બંગલાનો બાંધકામ અંગેનો કરાર કર્યા બાદ બિલ્ડરના 63. 74 લાખ રૂપિયા ન ચૂકવીને બિલ્ડર પાસેથી બળજબરીથી 20 લાખ રૂપિયા પડાવી લીધા હોવા બાબતે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતી અરજી કરી હતી. આ મામલાની પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. શહેરના માંડવી િવસ્તારના બિલ્ડરના પત્નીએ પોલીસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે અમદાવાદના કિન્નર સમાજના પાંચ જણા તેમના પતિને મળવા આવ્યા હતા અને તમે સારા બંગલા બાંધો છો તેમ જણાવી પાલનપુરમાં નવો બંગલો બનાવવો છે તેમ જણાવી તેમના પતિને કામ સોંપ્યું હતું.

અને ત્યારબાદ એક બાંધકામ કરાર પણ કરાયો હતો ત્યારબાદ તેમના પતિએ નક્કી કરેલું તમામ કામ કરી આપ્યું હોવા છતાં તેમના પતિના બાકી નીકળતા 63.74 લાખ રૂપિયા ચૂકવ્યા ના હતા ત્યારબાદ આ લોકોએ તેમના ઘરે આવી તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમદાવાદથી વડોદરા આવ્યા બાદ બિલ્ડરે તેમની પાસે બાકી રકમ માંગતા આ લોકો ઉશ્કેરાયા હતા અને ઝઘડો કરી તેમના પતિ પાસે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી બિલ્ડરે પૈસા આપવાની ના પાડતા તેમણે બળજબરીથી 20 લાખ રૂપિયા પડાવ્યા હતા અને આ બાબતે જો કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી.પાંચ શખ્સો દ્વારા બિલ્ડરને જુદા જુદા નંબર પરથી કોલ કરીને ધમકી અપાતી હોવાનો અને વધુ નાણા માગ્યા હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા બિલ્ડરની પત્નીની અરજી આધારે તપાસ શરૂ કરાઇ છે.

વધુ 30 લાખની ખંડણી માગી અલગ અલગ નંબર પરથી ફોન કરી ધમકી
અલગ અલગ મોબાઈલ નંબર પરથી તેમના પતિને ફોન કરી ધમકી આપી હતી કે અમે તારા ઘરે આવીએ છીએ અને બીજા 30 લાખ રૂપિયા તૈયાર રાખજે અને જો વ્યવસ્થા નહીં કરે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. તેમના પતિને મૃત્યુના ભય મૂકી તેમની બાકી નીકળતા 63.74 લાખ રૂપિયા તથા તેમના પતિ પાસેથી પડાવેલા 20 લાખ મળીને કુલ 83.74 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પરત ન કરી ફરીથી 30 લાખની ખંડણી માંગી હોવા બાબતે તેમણે પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમણે સમગ્ર ઘટના ક્રમનું સીસી ટીવી ફુટેજ પણ પોલીસને સુપરત કર્યું હતું. પોલીસે આ મામલે ઉંડી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...