રાજ્યની આરટીઓ કચેરીઓમાં એક લાઇસન્સ હોય અને બીજાનો ઉમેરો કરાવવો હોય તથા એન્ડોર્સમેન્ટ માટે લર્નિંગ લાઇસન્સની પ્રિન્ટ જોઇતી હોય તો તે છેલ્લા 20 દિવસથી નીકળતી નથી. વડોદરા આરટીઓમાં એન્ડોર્સમેન્ટ માટે અંદાજે 150 જેટલા લોકો રોજ આવે છે જેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્રેશ લર્નિંગ લાયસન્સ કઢાવવું હોય તો આઈ.ટી.આઈમાં જવું પડે છે.
આઈ.ટી.આઈ દ્વારા લર્નિંગ લાઇસન્સની ફિઝિકલ કોપી પ્રિન્ટ કરી અપાય છે. પરંતુ એક વાહન આવડતું હોય અને બીજા વાહન માટેનું લર્નિંગ કઢાવવું હોય જેમકે ટુ-વ્હીલરનું હોય અને ફોરવીલરનું કઢાવવું હોય ત્યારે આરટીઓમાં ગયા વગર લર્નિંગ લાઇસન્સનો ઉમેરો કરવા માટે ફેસલેસ સુવિધાનો લાભ લઇ વ્યક્તિ ઘરે બેઠા પ્રિન્ટ કાઢવા જાય તો 20 દિવસથી પ્રિન્ટ નીકળતી નથી. જે અંગે વડોદરા આરટીઓના ઇન્ચાર્જ આરટીઓ એએમ પટેલે જણાવ્યું હતું કે પ્રિન્ટની વાસ્તવિક જરૂર પણ નથી. તપાસ અધિકારી ઓનલાઈન જોઈ શકે છે. જ્યારે અમે આ વિષયની ઉપર પણ જાણ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.