નેશનલ હેરાલ્ડ કેસ:વડોદરામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 20 કાર્યકરોની અટકાયત

વડોદરા17 દિવસ પહેલા
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત.
  • એન.એસ.યુ.આઇ દ્વારા લઠ્ઠાકાંડનો વિરોધ કરાયો

નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી ખાતે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની ઇડી દ્વારા પૂછપરછ મામલે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાવામાં આવ્યું હતું. જેમાં પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

ડેરી ડેન સર્કલ ખાતે વિરોધ કર્યો
દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ જારી છે. જેનો વિરોધ કરવા અને જ્યાં સુધી સોનિયા ગાંધીની પૂછપરછ ચાલે ત્યાં સુધી ધરણા યોજવાનો કાર્યક્રમ શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે આજે આયોજીત કરવામાં આવ્યો હતો.

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછનો કોંગ્રેસ દ્વારા વિરોધ.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછનો કોંગ્રેસ દ્વારા વિરોધ.

નેતા અને કાર્યકરોની અટકાયત
જેમાં શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવત સહિત કોંગ્રેસના કાર્યકોરો જોડાયા હતા. વિરોધ પ્રદર્શન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે કોંગ્રેસના નેતાઓ સહિત 20 કાર્યકરોની અટકાત કરી હતી.

એન.એસ.યુ.આઇ દ્વારા લઠ્ઠાકાંડનો વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી તરફ બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં એન.એસ.યુ.આઇ દ્વારા કોથળીઓમાં પાણી ભરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમની પણ પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...