વાતાવરણ:20-21મીએ વાદળો છવાશે છાંટા વરસવાની શક્યતા, પારો 40 ડિગ્રીથી નીચે જતાં ગરમીથી રાહત થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણ બદલાશે

આગામી 20-21 એપ્રિલે શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા વરસી શકે છે. ભેજનું પ્રમાણ વધતાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે જતો રહેશે, જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાંજે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે.શહેરમાં એક સપ્તાહથી ગરમ પવનોના કારણે પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. જોકે ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી હોવા છતાં રિયલ ફિલ 42 ડિગ્રી જેટલું લાગતાં લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે.

શહેરમાં સોમવારે મહત્તમ 40.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 22 ટકા નોંધાયું હતું. જ્યારે પશ્ચિમની દિશાથી 8 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. મંગળવારે પારો 40 ડિગ્રી સુધી સ્થિર રહે તેવી સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંકિત પટેલે કહ્યું કે, ઈરાન અને ઈરાક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડેવલપ થઈ રહ્યું છે. જેનો ટર્ફ (એક છેડો) ગુજરાત સુધી લંબાશે. જેના કારણે વડોદરા સહિત ગુજરાતનાં વિવિધ શહેરોમાં ભેજ વધશે.

અન્ય સમાચારો પણ છે...