તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ કરનાર 2 ઝબ્બે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના નાગરવાડા લાલજીકુઇ વિસ્તારમાં પોલીસ કર્મી પરના હુમલાના બનાવમાં સંડોવાયેલો આરોપી આવ્યો હોવાની બાતમી કારેલીબાગ પોલીસને મળતાં પોલીસે તેના ઘેર છાપો માર્યો હતો જે કે આરોપી અને તેના ભાઇએ પોલીસ ટીમ સાથે ઘર્ષણ અને માથાકુટ કરી હતી જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કારેલીબાગ પોલીસમા નોંધાયેલા પોલીસ કર્મચારી ઉપર હુમલાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ રાશિદ ઊર્ફે પપ્પુ તોફીકખાન પઠાણ (રહે- નાગરવાડા, લાલજી કુઈ, સિટી પેલેસ હોટલ પાસે) તેના ઘરે આવ્યો છે. તેવી બાતમીથી પોલીસ તેના ઘરે પુછતાછ માટે પહોંચતા આરોપીનો ભાઈ મોઈનખાન તોફીકખાન પઠાણે આરોપી વિશે કાંઈ જાણતો ન હોવાનું જણાવ્યું હતું અને પોલીસ કર્મીને અપશબ્દો બોલી પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવ્યા હતા જોકે હિંમતભેર પોલીસે મકાનના પહેલાં માળે તપાસ કરતાં આરોપી રાશિદ પલંગમાં સૂતેલો નજરે ચડ્યો હતો.

પોલીસે તેને પોલીસ સ્ટેશન લઇ જવાની કોશિષ કરતા મોઇને હોબાળો કર્યો હતો. રાશીદે પણ પોલીસ સાથે માથાકુટ કરી હતી જેથી પોલીસે બળજબરી કરી ટીંગાટોળી કરીને આરોપીને અને તેના ભાઇ મોઇનને પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...