દુર્ઘટના:ગણપતિ જોવા માટે નીકળેલા 2 યુવકને અકસ્માત,1નું મોત

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલ પાસે ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવકને કચડી નાખ્યો
  • અકસ્માત સર્જીને​​​​​​​ ફરાર થયેલા ડમ્પર ચાલકની અટકાયત

વડોદરા ખાતે ગણપતિ જોવા નીકળેલા પાદરાને 2 યુવકોને બીલ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ડમ્પરના તોતિંગ પૈડાં નીચે યુવકનું માથું કચડાતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પાદરાના પાટોદ ગામમાં રહેતા મુકેશ વસાવા તેના મામાના દીકરા કેતન વસાવા સાથે રવિવારે રાત્રે વડોદરા ખાતે ગણપતિ જોવા માટે પોતાના મોપેડ પર નીકળ્યા હતા.

દરમિયાન રાત્રીના 10-30 વાગ્યાના સુમારે મુકેશ બીલ ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલા ૰ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતાં મુકેશ અને કેતન બંને નીચે પટકાયા હતા, જેમાં ડમ્પરનું પૈડું કેતનના માથા પર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જાતાં ડમ્પર ચાલક ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.મુકેશે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં ડમ્પર ચાલક શાંતિલાલ મૂળજીભાઈ રબારીની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...