ગુનો દાખલ:2 યુવકોએ શ્વાનને બેઝબોલ સ્ટિકથી ફટકાર્યાની ફરિયાદ, શ્વાનને ગળેથી પકડી રોડ પર ઢસડતાં ઇજા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલાટવાડાના 2 યુવક સામે ગુનો નોંધાયો

સલાટવાડામાં બે યુવકોએ શેરી કૂતરીને બેઝબોલની સ્ટિક વડે ફટકા મારતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના સંદર્ભે પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર સલાટવાડા વિસ્તારમાં આવેલા નવાઘર મહોલ્લામાં સચિન રાવલ અને ધ્રુવેશ ઉર્ફે દિગુ રાવલ નામના યુવકોએ કૂતરી પર બેઝબોલ સ્ટિક વડે હુમલો કર્યો હતો અને જેમાં કૂતરીને ઇજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ પીપલ ફોર એનિમલ સંસ્થાનાં કાર્યકર પાયલબેને તેમની સંસ્થાના પ્રમુખ નિસર્ગ શેઠને કરતા તેઓ સલાટવાડા ખાતે દોડી આવ્યા હતા. સચિન રાવલે કૂતરીને માર માર્યા બાદ ગળેથી પકડી રોડ પર ઢસડી હતી. ઘટના બાદ કૂતરીની સારવાર કરાવી બનાવ સંદર્ભે નિસર્ગ શેઠે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સચિન રાવલ અને ધ્રુવેશ ઉર્ફે દિગુ રાવલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...