• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 2 Youth Saved 15 Thousand Of Pocket Money, Started Ayurvedic Startup, Made Bath Salt From Himalayan Rock, Applauded By Union Minister

ભાસ્કર વિશેષ:પોકેટ મનીના 15 હજાર બચાવી 2 યુવકે આયુર્વેદિક સ્ટાર્ટઅપ કર્યું, હિમાલયન રોકથી બાથ સોલ્ટ બનાવ્યું, કેન્દ્રીય મંત્રીએ બિરદાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપની કેન્દ્રીય મંત્રીએ પણ પ્રસંશા કરી હતી. - Divya Bhaskar
વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપની કેન્દ્રીય મંત્રીએ પણ પ્રસંશા કરી હતી.
  • પ્રોડક્ટ રેંજને ભવિષ્યમાં વધારવામાં આવશે : નફો થાય તે મૂડીનું કંપનીમાં જ રોકાણ કરાય છે

શહેરના બે યુવાનોએ પોકેટ મનીના 15 હજાર બચાવીને આર્યુવેદિક સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. જેની આયુષ વિભાગના મંત્રીએ યંગેસ્ટ સ્ટાર્ટઅપ તરીકે પ્રશંસા કરી છે. સ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસ જે આયુર્વેદના ક્ષેત્રે કાર્યરત છે અને તેના બંને કો-ફાઉન્ડર જિનેન્દ્રદત્ત શર્મા અને ચિન્મય કપરુઆનને અમદાવાદ ખાતે નીતિ અયોગ્ય હેઠળનું પ્રસિદ્ધ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર આયોજીત એક્ઝિબિશન એન્ડ ઇન્ટરેક્શન ખાતે આયુષ વિભાગના મંત્રી મહેંદ્ર મુંજપરાએ યંગેસ્ટ સ્ટાર્ટ અપ તરીકે પ્રસંશા કરી હતી.

તેમની પ્રોડક્ટ જેવી કે બાથ સોલ્ટ, એરોમાથેરાપી કેન્ડલ્સ તેમજ અામલા લાડુ તેમને ખૂબ પસંદ આવ્યા હતા, તથા બધી આર્યુવેદીક વસ્તુઓ બનાવી છે, યંગેસ્ટ સ્ટાર્ટ અપ તરીકે તેમને મોમેન્ટો વડે પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ બન્ને યુવાનોએ પોતાને મળતા પોકેટ મનીમાંથી રૂ. 15 હજાર બચાવી આ કંપની રજીસ્ટર કરી હતી.કંપની નફો કરે તે ફરી મૂડી તરીકે કંપનીમાં રોકવામાં આવે છે. હાલની પ્રોડક્ટ રેન્જને ભવિષ્યમાં વધારવાની પણ યોજના છે. હાલમાં ફોર્મ્યુલા આપી અન્ય યુનિટ પાસે જોબવર્ક કરાવવામાં આવે છે. કેટલાક ઉત્પાદનોના વેચાણ માટે અન્ય કંપનીઓ સાથે કોલોબ્રેશન કરવામાં આવ્યું છે. પ્રોડક્ટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળ્યું છે.

બાથ સોલ્ટ તમને કોઇ જગ્યાએ નહીં મળે
બજારમાં અનેક પ્રકારના આયુર્વેદીક કોસ્મેટીક સાબુ મળી જશે પરંતુ બાથ સોલ્ટ કોઇ જગ્યાએ ઉપલબ્ધ નથી. હિમાલયન રોક સોલ્ટનો ઉપયોગ કરી આ બાથ સોલ્ટ બનાવવામાં આવે છે. પિપરમીન્ટ, નીલગીરી, લવેન્ડર, લેમનગ્રાસ ફ્લેવરમાં ઉપલબ્ધ છે. હીમાલય રોક સોલ્ટ શરીરની ચામડી માટે ખુબજ ફાયદાકારક છે. તેનાથી ત્વચામાં ઋક્ષતા આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...