તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટનમાં કોરોનાની નવી સ્ટ્રેઈનના દર્દીઓ આવી રહ્યાં છે. બ્રિટનથી આવેલી ફ્લાઇટમાં એરપોર્ટ પર જ કરવામાં આવતા ચેકિંગમાં વડોદરાના બે દર્દીઓ હજી સુધી કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે. આ દર્દીઓ નવી સ્ટ્રેઈનના છે કે નહીં તેની ખાતરી કરવા માટેના બે સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં શનિવારે મોકલવામાં આવ્યાં હતા.
આ પૈકીનો એક દર્દી ફતેગંજની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. આ દર્દી 11 દિવસ અગાઉ બ્રિટનથી આવ્યો હતો અને તેને કોરોના જેવા લક્ષણો જણાતા સીધો જ આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના જણાવ્યા મુજબ હાલમાં આ દર્દીની હાલત સ્થિર છે. બીજી તરફ અન્ય બીનસત્તાવારસૂત્રોના જણાવ્યા મુજબ બ્રિટનથી આવેલું એક દર્દી ગોત્રીની એક હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ છે.
ફતેગંજની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની હિસ્ટરી વિશે વાત કરતા તબીબી સૂત્રે જણાવ્યું કે, આ દર્દી 43 વર્ષના છે અને 16મીએ વડોદરા આવ્યા બાદ બ્રિટનની ટ્રાવેલ હિસ્ટરી હોવાથી તેમનો ટેસ્ટ કરાવ્યો હતો, જે વડોદરાની એક ખાનગી લેબમાં નમૂના લેવાયા હતા. જેને પૂણેની લેબમાં મોકલવામાં આવ્યાં છે. તેની જાણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કરવામાં આવી છે.
જ્યારે ગોત્રીની હોસ્પિટલમાં 10 દિવસથી દાખલ બીજા એક દર્દીનું એક સેમ્પલ પોઝિટિવ આવ્યા બાદ તેને સ્ટ્રેઇનની તપાસ માટે પૂણે મોકલવામાં આવ્યું હતું. પણ તે સેમ્પલ ફેલ જતા ફરી તેને શનિવારે મોકલવામાં આવ્યું હોવાનું સૂત્રે જણાવ્યું હતું. આ બંને દર્દીઓની હાલત હાલમાં સ્થિર છે તેવું સારવાર સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું.
વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અગાઉ 14મી નવેમ્બરના રોજ એક દિવસમાં કોરોનાના 93 કેસ પોઝિટિવ આવ્યા હતા અને 27 ડિસેમ્બરને રવિવારે દોઢ મહિના બાદ ફરીથી આંકડો 93 પર પહોંચ્યો છે.રવિવારે શહેરમાં લેવાયેલા 3,703 નમુનાઓમાંથી 93 કેસ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે કુલ પોઝિટિવ કેસનો આંક 20,875 પર પહોંચ્યો છે.
શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1,370 દર્દીઓ દાખલ છે. જે પૈકીના 1,169 જેટલા દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 153 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 48 જેટલા દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાની સરવાર લઈ રહેલા 56 જેટલા દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના પગલે કુલ ડિસ્ચાર્જનો આંક 19,270 પર પહોંચ્યો છે. જેમાં સરકારી હોસ્પિટલમાંથી 5 દર્દીઓ અને 10 ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે અને બીજા હોમ આઇસોલેશનમાંથી બહાર આવ્યા છે. બિનસત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના મોત નીપજ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.