તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસમંજસ:કતારમાં 2 હજાર ગુજરાતીઓ ફસાયા, કંપનીમાં દોઢ મહિનાનો પગાર આપ્યો નથી

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૂળ વડોદરાનો અને કતારમાં ફસાયેલો જાવેદ મલિક - Divya Bhaskar
મૂળ વડોદરાનો અને કતારમાં ફસાયેલો જાવેદ મલિક
 • કંપનીમાં કામ પર નથી બોલાવાતા

કતારની ક્યુકોન કંપનીમાં કામ કરતા વડોદરા સહિત ગુજરાતના 2 હજાર જેટલા કર્મચારીઓ કંપનીના અણગઢ વહીવટને કારણે ફસાયા છે. કંપની દ્વારા કર્મચારીઓને કામ કે જૂના પગાર આપવા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં નથી આવ્યો. પગાર લેવા માટે કર્મચારીઓ મોટી સંખ્યામાં કંપની ગેટ પાસે પહોંચે તો હથિયારધારી પોલીસ તેમની હૂટર વગાડતી એસયુવી કારમાં આવીને ઘેરી લે છે. પાકિસ્તાને તેમના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે ત્યારે ભારત સરકાર જલ્દીથી મદદ કરે તેવી આશા સાથે ગુજરાતીઓ તેમનો સમય વિતાવી રહ્યા છે.
અમારી સાથે અમારા પરિવારજનો પણ સતત મુશ્કેલી અનુભવી રહ્યા છે
કતારની ક્યુકોન કંપનીમાં કામ કરતા અને વડોદરા, કોયલીના રહેવાસી જાવેદ મલિકે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી અમને પગાર આપવામાં આવ્યો નથી. અમારું કામ હાલ બંધ છે. ક્યારે કામ શરૂ કરાશે, પગાર ક્યારે ચૂકવવામાં આવશે તે અંગે કોઈ નક્કર જવાબ આપવામાં આવતો નથી. તેને કારણે બધા ગૂંચવાયેલા રહે છે. અમને અહીંયાં રહેવા અને જમવાની સુવિધા સારી રીતે પૂરી પાડવામાં આવે છે, પરંતુ કામ અને પગારને લઇને પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવવાને કારણે અમારી સાથે અમારા પરિવારજનો પણ સતત મુશ્કેલી અનુભવી રહ્યા છે. અમારે જલ્દીથી પોતાના વતન જવું છે અને સરકાર અમને તે માટે જરૂરી મદદ કરે.
પાકે તેમના નાગરિકોને પરત બોલાવી લીધા
જાવેદ મલિકે કહ્યું હતું કે, અમારી સાથે અન્ય દેશોના નાગરિકો પણ કામ કરતા હતા. પાકિસ્તાન દ્વારા ટૂંકાગાળામાં તેમના નાગરિકોને તેમના દેશમાં લઈ જવામાં આવ્યા હતા. અમને કંપની દ્વારા કોઈ પણ પ્રકારની જાણકારી નથી અપાતી. અમે રોજ મૂંઝવણ સાથે સમય વિતાવી રહ્યા છે. પાકિસ્તાને તેના નાગરિકોને બોલાવી લીધા તો આપણી સરકાર અમારી મદદ કરે. 
 તુરંત હથિયારધારી પોલીસ ઘેરી લે છે 
જાવેદ મલીકે જણાવ્યું હતું કે, અમે કંપની ગેટ પાસે ભેગા થઇને મેનેજમેન્ટ પાસે જવાબ માગીએ કે, તુરંત સાઇરન વગાડતી પોલીસની એસયુવી કાર અમને ઘેરી લે છે. કારમાંથી પોલીસ ઊતરીને અમારામાંથી થોડાક લોકોને બોલાવીને પાછા જવા માટે જણાવે છે. જ્યાં સુધી અમે પાછા ન જઈએ ત્યાં સુધી પોલીસ ત્યાં જ રહે છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો