તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ યથાવત્:સલાઉદ્દીન અને ઉમરને લેવા ગયેલી પોલીસની 2 ટીમ લખનઉમાં અટવાઇ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં એસઆઇટીની ટીમની લખનઉમાં તપાસ યથાવત્
  • ઉત્તરપ્રદેશ પોલીસે સલાઉદ્દીન સામે નવી કલમનો ઉમેરો કરતાં તેની હાલ તપાસ ચાલી રહી છે

ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં તપાસ કરી રહેલી વડોદરા પોલીસની એસઆઇટીની 2 ટીમો છેલ્લા એક સપ્તાહથી યુપીના લખનઉમાં ધામા નાંખીને બેઠી છે અને સલાઉદ્દીન તથા ઉમર ગૌતમનો કબજે લેવાનો પ્રયાસ કરી રહી છે. જો કે યુપી પોલીસે સલાઉદ્દીન સામે તેના કેસમાં નવી કલમોનો ઉમેરો કર્યો હોવાથી તેની તપાસ ચાલી રહી છે અને સલાઉદ્દીન સહિતના આરોપીઓ હાલ યુપી પોલીસના રિમાન્ડ હેઠળ છે, જેથી વડોદરા પોલીસ રાહ જોઇ રહી છે.

આગામી બેત્રણ દિવસમાં બંને આરોપીનો કબજો મળે તેવી શકયતા છે. આ ઉપરાંત લખનઉમાં બંને સામે નોંધાયેલા કેસની વિગતો ની પણ માહિતી મેળવાઇ રહી છે. કઇ રીતે ધર્માંતરણનું કૌંભાડ ચાલી રહ્યું હતું અને બંને કયાં કયાં નેટવર્ક ધરાવે છે તે સહિતના મુદ્દા પર પોલીસની તપાસ ચાલી રહી છે. ધર્માંતરણ, સરકાર વિરોધી આંદોલનો અને કોમી તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને છોડાવવા શહેરના સલાઉદ્દીન શેખ તથા ઉમર ગૌતમ સહિતના આરોપીઓની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે એસઆઇટીની 2 ટીમ સલાઉદ્દીન અને ઉમર ગૌતમનો કબજો લેવા લખનઉ પહોંચી છે પણ સલાઉદ્દીન હાલ યુપી પોલીસના રિમાન્ડ હેઠળ હોવાથી કબજો મળી શકયો નથી. સલાઉદ્દીન અને ઉમર ગૌતમને વડોદરા લવાય ત્યારબાદ આ કૌંભાડની ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે તેમ છે. સલાઉદ્દીનને લઇને યુપી પોલીસ વડોદરા આવે તેવી પણ શકયતા છે. બંનેએ કયા કયા ફડિંગ કરેલું છે અને કોની કોની સાથે સંપર્ક ધરાવે છે તે મુદ્દા પર ઉંડી તપાસ કરાશે. બંનેએ બોર્ડર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધર્માંતરણ કરાવ્યું હોવાનું તપાસમાં જણાઇ રહ્યું છે. તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

રિમાન્ડ પૂરા થતાં હુસેન મનસુરી જેલમાં ધકેલાયો
પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત ગણાતા મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી વિવિધ મુદ્દા પર તપાસ કરવા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.ત્યારબાદ તેણે તોડેલી પેનડ્રાઇવની તપાસ તથા તેને સાથે રાખીને ભુજ અને આફમી ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે અને તેના ઘેર દરોડા પાડી દસ્તાવેજો કબજે કરાયા હતા. ગુરુવારે હુસેનના રિમાન્ડ પુરા થતાં પોલીસે 10 દિવસના વધુ રિમાન્ડની માંગ કરી હતી પણ અદાલતે રિમાન્ડ ફગાવી દીધા હતા અને તેને જેલમાં મોકલી અપાયો હતો.

સલાઉદ્દીનને સાથે રાખી ભૂજ-ભરૂચમાં તપાસ કરાશે
સલાઉદ્દીને ટ્રસ્ટમાંથી ભઉજ અને ભરુચમાં ફન્ડ મોકલ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જેથી સલાઉદ્દીનને વડોદરા લવાય ત્યારબાદ તેને સાથે રાખીને પોલીસ ભરુચ અને ભુજમાં તપાસ કરશે. બંનેએ કયા કયા સ્થળે ધર્માંતરણ કરાવ્યું હતું તે મુદ્દાની પણ તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...