રવિવારે રાત્રે પોલીસની બે જુદી જુદી શાખાની ટીમે રેસ લગાવી દારૂનો જથ્થો લઇ જતી ખાનગી કારને પીસીબી એ ઝડપી પાડી હતી એક ફોર્ચ્યુનર કાર પાછળ જિલ્લા એલસીબી અને પીસીબીની ખાનગી કાર પૂરઝડપે જતા વાહન ચાલકોને આશ્ચર્ય થયું હતું. અંતે પીસીબી એ ૧૧ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક ને ઝડપી પાડયો હતો.
શહેરના નામચીન બુટલેગર વિજય ઠાકરડાએ તરસાલી વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી માટે ફોર્ચ્યુનર કારમાં દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રાત્રે તરસાલી ઓવરબ્રિજ પાસે વૉચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીવાળી ફોર્ચ્યુનર કાર પસાર થતાં તેની પાછળ જિલ્લા એલસીબી ની કાર પણ હતી તેને રોકવાનો ઇશારો કરતા કાર ચાલક કારને સર્વિસ રોડ તરફ હંકારીને ભાગ્યો હતો અને ભાલીયાપુરા ગામના પાછળના ભાગે આવેલા કોતરોમાં કાર ઉભી રાખીને ભાગ્યો હતો.
કારમાં બેઠેલો 19 વર્ષનો વિશાલ શંકરરાવ ઠાકોર (રહે. ટેકરાવાળું ફળીયું, ભાલીયાપુરા ગામ. વડોદરા)ને પોલીસે ઝડપી પાડયો હતો. વિશાલેપૂછપરછમાં જણાવ્યું હતું કે આ દારૂ વિજય પ્રભાતભાઇ ઠાકરડા (રહે. દ્વારકેશ ફ્લેટ, તરસાલી બ્રીજ પાસે, વડોદરા)એ મંગાવ્યો હતો અને આ કાર પણ વિજય ઠાકરડાની છે. તેમજ કારનો ચાલક રોહિત ઠાકોર પણ તેમનો ડ્રાયવર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.