તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દહેજના કેસમાં પૂર્વ મંજૂરી વિના દિલ્હી જનારા જેપી પોલીસ સ્ટેશનના PSI સહિત 2 સસ્પેન્ડ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેપી PIની ટ્રાફિકમાં બદલી, નવા PI તરીકે બી.જે. ચેતરિયા નિમાયા

જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દહેજના ગુનામાં પૂર્વ મંજૂરી વગર બે વખત દિલ્હી જઇને 2 આરોપીને પકડવાના કેસમાં ફરજમાં બેદરકારી દાખવાઇ હોવાનું બહાર આવતાં પોલીસ કમિશનરે જેપી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.આર. પાંડોર અને એએસઆઇ પવન મકવાણાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે જેપી પીઆઇ જે.પી.ગોંસાઇની ટ્રાફિક શાખામાં બદલી કરી તેમના સ્થાને નવા પીઆઇ તરીકે બી.જે.ચેતરિયાની નિમણૂક કરાઇ હતી. જેપી પોલીસમાં નોંધાયેલા દહેજના ગુનામાં જેપી પોલીસની બેદરકારી જણાઇ હોવાથી અદાલતમાં ફરિયાદ કરાઇ હતી.

આ કેસની માહિતી મુજબ વડોદરાની મહિલાએ દિલ્હીમાં રહેતા પતિ રવિન્દ્રકુમાર તેજપાલસિંગ સહિતના સામે ફરિયાદ કરી હતી. આ કેસની તપાસમાં જેપી પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને આરોપી ન મ‌‌ળતાં તેના પિતાની અટકાયત કરી વડોદરા લાવી હતી. ત્યારબાદ ફરી જેપી પોલીસની ટીમે દિલ્હી પહોંચી રવિન્દ્રની અટકાયત કરી ફ્લાઇટમાં વડોદરા લવાયો હતો. ધરપકડ બાદ 24 કલાકમાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ન હતો. આ કેસની તપાસનો રિપોર્ટ પોલીસ કમિશનરને સુપરત કરાયો હતો. રિપોર્ટના આધારે શનિવારે મોડી રાત્રે પોલીસ કમિશનર દ્વારા એક્શન લેવામાં આવી હતી.

તપાસમાં કઈ કઈ ક્ષતિઓ જણાઇ?

 • એએસઆઇ પવન કમલેશભાઇ મકવાણાએ સક્ષમ અધિકારીની મંજૂરી લીધી ન હતી તથા તપાસ અધિકારી એમઆર પાંડોર પાસેથી તપાસમાં જવાનો લેખિત હુકમ લીધો ન હતો અને મંજૂરી વગર ફ્લાઇટમાં દિલ્હી જઇ આરોપીને લઇ આવ્યો હતો.
 • એએસઆઇ પવન મકવાણા ટ્રાન્ઝિટ વોરન્ટ લીધા વગર આરોપીને અન્ય રાજ્યોમાંથી લાવ્યો હતો.
 • તપાસ અધિકારી પાંડોરે આરોપીની અટક કર્યા વગર જ લોકઅપમાં રાખ્યો હતો.
 • પીએસઆઇ પાંડોરે કલમ 420નો ગુનો બનતો ન હોવા છતાં આ કલમ મુજબ આરોપીને અટક કર્યો હતો.
 • પીએસઆઇ પાંડોર દિલ્હીથી લાવેલા આરોપીને 24 કલાક કરતાં વધુ સમયથી ફિઝિકલ કસ્ટડીમાં રાખ્યો હતો.
 • પીઆઇ ગોસાંઇએ સમગ્ર કેસનું નબળું સુપરવિઝન કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો