તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:ABVP દ્વારા ચલાવાતા સોશિયલ મીડિયાના 2 એકાઉન્ટ હેક કરાયા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘હેક હો ગયા હૈ’ લખેલું જોવા મળ્યું
  • આઇપી એડ્રેસના સહારે તપાસ બાદ એક યુવક સામે ગુનો નોંધાયો

એમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરતા એબીવીપીના કાર્યકર વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાતા સોશિયલ મીડિયાનાં 2 એકાઉન્ટ હેક થતાં વિદ્યાર્થીએ સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં આઇપી એડ્રેસ દ્વારા પોલીસે એક યુવક સામે ગુનો નોંધ્યો હતો.

મ.સ. યુનિ.ની આર્ટસ ફેકલ્ટીના પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરતા દર્શન અશોકભાઇ ગામેચીએ પોલીસમાં પ્રિન્સ દિલીપ રાજપૂત સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે ફોનમાં સોશિયલ મીડિયામાં એબીવીપીએમએસયુ તથા એબીવીપીઆર્ટસ નામનાં 2 એકાઉન્ટ બનાવી ઉપયોગ કરે છે. જેમાં તે યુનિવર્સિટીમાં કોઇ કાર્યવાહી થવાની હોય કે શૈક્ષણિક માહિતી હોય તો આ એકાઉન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. 3 વિદ્યાર્થીઓ આ એકાઉન્ટના એડમીન હતા અને યુનિવર્સિટીને લગતી અઢીસોથી વધુ પોસ્ટ તેમણે પોસ્ટ કરી હતી.

દરમિયાન જાણ થઇ હતી કે, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઇ ગયા છે અને તેમાં હેક હો ગયા હૈ તેવું લખાણ લખેલું જોવા મળે છે. જેથી તેણે એકાઉન્ટમાં લોગ ઇન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોગ ઇન થઇ શકાયું નહોતું. બંને એકાઉન્ટ હેક થયાં હોવાનું જણાતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સોશિયલ મીડિયાના આઇપી એડ્રેસ મગાવતાં પ્રિન્સ રાજપૂત નામનો યુવક આ આઇપી એડ્રેસનો ઉપયોગ કરતો હોવાનું જણાયું હતું.

ડો.દર્શન બેંકરનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી રૂપિયાની માગ
શહેરના તબીબ ડો.દર્શન બેંકરના સોશિયલ મિડીયાનું એકાઉન્ટ હેકકરી તેમના મિત્રોને ભેજાબાજે ફરીથી ફ્રેન્ડ શીપ રીકવેસ્ટ મોકલી 15 હજારની માંગ કરી હતી. ડો.દર્શન બેંકરના સોશિયલ મિડીયાનું એકાઉન્ટ ભેજાબાજે હેક કર્યું હતું.ત્યારબાદ તેણે નવું એકાઉન્ટ પણ બનાવ્યું હતું. અને તેના દ્વારા ડો.દર્શન બેંકરના મિત્રોને નવેસરથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી રૂા.15 હજાર માંગ કરી હતી.

જો કે પૈસા માંગવા માટે તેણે હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો જેથી ડો.બેંકરના મિત્રોને નવાઇ લાગી હતી, ત્યારબાદ તપાસ કરાતા એકાઉન્ટ ભેજાબાજે હેક કરેલું હોવાનું જાણવા મળ્યું હતું. ભુતકાળમાં પોલીસ કમિશનર સહિત રાજનેતાઓના પણ સોશિયલ મિડીયાના એકાઉન્ટ હેક કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...