ક્રાઇમ:3 માસમાં 10થી વધુ ચોરીમાં સામેલ 2 સિકલીગર ઝડપાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીથી દરોડો પાડ્યો
  • વાહન ચોરીને રેકી કર્યા બાદ ઘરફોડ ચોરી કરતા

લોક ડાઉન પછી ત્રણ મહિનાના ગાળામાં ૧૦થી વધુ સ્થળોએ ઘરફોડ ચોરી કરનારા સિકલીગર ગેંગના બે રીઢા ઘરફોડને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. બંને જણા એ માર્ચ મહિનામાં જેલમાંથી છૂટ્યા બાદ શહેરમાં વિવિધ સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો .બંને તસ્કર પહેલા વાહનની ચોરી કર્યા બાદ રેકી કરી ઘરફોડ ચોરી કરતા હતા અને ચોરી કર્યા બાદ વાહન બિનવારસી છોડી ફરાર થઇ જતા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એન્ટી ઓર્ગેનાઇઝ્ડ સ્કવોડના પી.આઈ એચ.એમ વ્યાસની ટીમે બાતમીથી અજયસિંગ દર્શન સિંગ સિક્લીગર અને જશપાલ સીંગ બચુ સિંગ સિકલીગરને ઝડપી તપાસ કરતા તેમણે વડોદરા શહેરમાં 2017ના ગાળામાં ચાર મકાનમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. બંને એ તાજેતરમાં ત્રણ મહિના પહેલા તુલસીવાડી તથા છાણી જકાતનાકા તથા તરસાલી રોડના બંધ મકાનમાંથી તથા તુલસીવાડીમાં અને ખોડિયાર નગરમાં બે તથા આજવા રોડ પર બે સ્થળોએ સમા ગામમાં એક સ્થળે અને 2019માં પણ બે સ્થળોએ ચોરી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે દસ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર અજયસિંગે વડોદરામાં પંદર ઘરફોડ ચોરી કરી છે અને ત્રણ વાર તે પાસામાં પણ ધકેલાયો છે . જસપાલ સિંઘ સામે બે ઘરફોડ વાહનચોરીના ગુના નોંધાયા છે બંને જણા પકડાયા બાદ વડોદરા જેલમાં હતા અને માર્ચમાં છુટયા બાદ ફરીથી બંને એ ચોરી કરવાનું શરૂ કર્યું હતું.

શહેરમાં 7 મહિનામાં થયેલી 104ચોરીમાંથી 35નો ભેદ ઉકેલાયો
આ વર્ષે જુલાઈ, 2020 સુધીના ગાળામાં દિવસની 6 ઘરફોડ ચોરીઓ નોંધાઇ છે. જે પૈકી 1 એક ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે રાતની ઘરફોડ 98 ચોરી માંથી 34 ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગયા વર્ષે જુલાઈમહિના સુધીમાં દિવસની 16 ઘરફોડ ચોરીઓ માંથી7 ચોરી નો ભેદ ઉકેલાયો હતો. રાતની 139 ચોરીમાંથી 35ચોરીના ગુના નો ભેદ ઉકેલાયો છે. 2019માં કુલ 765 ચોરીના ગુનામાંથી 285 ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...