• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 2 Sagira From Mandvi In Surat Rushed To Vadodara To Meet A Friend Made On Social Media, Abhayam Explained And Handed Over The Two Daughters To The Family

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો:સુરતના માંડવીની 2 સગીરા સોશિયલ મીડિયા પર બનેલા મિત્રને મળવા વડોદરા દોડી આવી, અભયમે સમજાવીને બંને દીકરીને પરિવારને સોંપી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
અભયમને ઘરેથી નીકળી ગયેલી 2 સગીરાને સમજાવીને તેમના પરિવારને સોંપી હતી(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
અભયમને ઘરેથી નીકળી ગયેલી 2 સગીરાને સમજાવીને તેમના પરિવારને સોંપી હતી(પ્રતિકાત્મક તસવીર)
  • અભયમની ટીમે ત્રણેયને હાલ ભણતર પર ધ્યાન આપવાની સમજણ આપી હતી
  • દાહોદના કિશોરને તેના પરિવારની સૂચનાથી વડોદરામાં રહેતા સંબંધીના સોંપ્યો

વડોદરામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હાલ યુવાનો અને સગીરોમાં મોબાઇલ ફોન થકી સોશિયલ મીડિયાનું વળગળ વધી ખૂબ વધી ગયું છે. ત્યારે સુરત જિલ્લાના માંડવીની 2 સગીરા સોશિયલ મીડિયા પર બનેલા સગીર મિત્રને મળવા વડોદરા દોડી આવી હતી. જોકે, અભયમે સમજાવીને બંને દીકરીને તેમના પરિવારને સોંપી હતી.

સોશિયલ મીડિયાના ઊંડા પ્રભાવથી તરુણો ગેરમાર્ગે દોરાય છે
ગુરૂવારે મોડી રાત્રે મહિલા સુરક્ષા હેલ્પલાઇન અભયમની ટીમને શહેરના કાલાઘોડા સર્કલ પાસે બે કિશોરીઓ અને એક કિશોર શંકાસ્પદ હાલતમાં મળી આવતાં સમય સૂચકતા દાખવીને કરેલી તપાસ અને કાર્યવાહીથી ત્રણેયનો કોઈ સંભવિત કમનસીબ ઘટનામાંથી બચાવ થયો હતો. આ બનાવમાં સોશિયલ મીડિયાના ઊંડા પ્રભાવથી તરુણો કેવા ગેરમાર્ગે દોરવાય છે અને અવિચારી પગલું ભરે છે તેનું સચોટ ઉદાહરણ જોવા મળે છે, જે સમાજ અને પરિવારો માટે ચેતવણી જનક છે અને વાલીઓને સાવધ રહેવાની ટકોર કરે છે.

દાહોદના કિશોરને તેના પરિવારની સૂચનાથી વડોદરામાં રહેતા સંબંધીના સોંપ્યો(ફાઇલ તસવીર)
દાહોદના કિશોરને તેના પરિવારની સૂચનાથી વડોદરામાં રહેતા સંબંધીના સોંપ્યો(ફાઇલ તસવીર)

અભયમને રાત્રે બે કિશોરી અને એક કિશોર મળ્યા
અભયમની ટીમ એક કેસની કાર્યવાહી પૂરી કરી પરત ફરી રહી હતી, ત્યારે 14 વર્ષની ઉંમરની બે કિશોરીઓ અને 17 વર્ષની ઉંમરનો કિશોર મોડી રાત્રે કાલાઘોડા પાસે મળી આવતાં સતર્કતા સાથે તેમની પૂછપરછ કરી હતી. આ લોકોએ પોતે પિતરાઈ ભાઇ-બહેનો હોવાનો દેખાવ કરીને આ ટીમના સદસ્યો ને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કિશોરના પરિવારનો મોબાઈલ પર ટીમ દ્વારા સંપર્ક કરાતા આ તરુણો ગેર માર્ગે દોરવાઈ ઘર છોડીને વડોદરામાં ભેગા થયાં હોવાનું ફલિત થયું હતું.

સોશિયલ મીડિયાના માધ્યમથી પરસ્પરના સંપર્કમાં હતા
હકીકતમાં આ લોકો છેલ્લા એકાદ વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી પરસ્પર ના સંપર્કમાં હતા. આ વાતની કિશોરીઓના પરિવારમાં જાણ થતાં ઠપકો પણ મળ્યો હતો. આખરે લગ્નમાં જવાનું બહાનું બનાવી કિશોરીઓએ ઘર છોડ્યું હતું અને કિશોર પણ તેમને લેવા દાહોદથી વડોદરા આવી ગયો હતો. પરંતુ, અભયમ ટીમની સતર્ક નજરે તેઓ ચઢી જતાં સમજાવટથી તેમને ગેર માર્ગે જતાં બચાવી લીધાં હતા.

પરિવારોએ ગદગદિત હૃદયે અભયમની ટીમનો આભાર માન્યો હતો(ફાઇલ તસવીર)
પરિવારોએ ગદગદિત હૃદયે અભયમની ટીમનો આભાર માન્યો હતો(ફાઇલ તસવીર)

સગીરોના પરિવારોનો સંપર્ક કરીને ઘટના ક્રમથી વાકેફ કર્યાં
અભયમ કો-ઓર્ડિનેટરે જણાવ્યું હતું કે, આ લોકોએ પોતાની જાતે ઘેર પરત ફરવાની તત્પરતા દર્શાવી હતી પણ અમે કોઈ જોખમ લેવા માંગતા ન હતા. તેથી તેમના પરિવારોનો સંપર્ક કરી તેમને ઘટના ક્રમથી વાકેફ કર્યાં હતા.

પરિવારોએ અભયમનો આભાર માન્યો
કિશોરીઓને નર્મદા અને સુરત અભયમ ટીમોની મદદથી માંડવી પોલીસ સ્ટેશન ખાતે તેમના પરિવારોને બોલાવી હેમખેમ સોંપ્યા હતા. જેથી પરિવારોએ ગદગદિત હૃદયે સૌનો આભાર માન્યો હતો. કિશોરને તેના પરિવારની સૂચના પ્રમાણે વડોદરા ખાતે રહેતા સંબંધીના હવાલે કરવામાં આવ્યો હતો. ત્રણેયને હાલ આ ઉંમરે ભણતર પર ધ્યાન આપવા સમજણ આપી હતી. આમ, અભયમ ટીમની સતર્કતાએ આ કિશોર-કિશોરીઓને સંભવિત દુર્ઘટનામાંથી ઉગારી લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...