ધરપકડ:કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ખેપિયા ઝબ્બે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તરસાલી બાયપાસ નજીકથી ધરપકડ કરાઈ
  • કારમાંથી 48 હજારના દારૂના 480 ટેટ્રાપેક કબજે

કારમાં દારૂની હેરાફેરી કરનારા 2 ખેપિયાની મકરપુરા પોલીસે ધરપકડ કરી કારમાંથી 48 હજારના દારૂના 480 ટેટ્રાપેક કબજે કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. મકરપુરા પોલીસને ગુરુવારેે બાતમી મળી હતી કે, પ્રવિણ પાટણવાડિયાએ બોક્સની આડમાં દારૂની પેટીઓ મગાવી છે. જેની ડિલિવરી કરવા પ્રવિણ કારમાં તરસાલી હાઈવેથી આજવા હનુમાનપુરા તરફ જવાનો છે.

જેથી પોલીસે તરસાલી બાયપાસ પાસે કાર અટકાવી પ્રવિણ ભોગીલાલ પાટણવાડિયા (પટેલ ફળિયું, બાકરોલ) અને વિજય રાજુભાઈ પાટણવાડિયા (સાયર, કરજણ)ને ઝડપી લીધા હતા. કારની પાછળની સીટ પર પ્લાસ્ટિકના બાચકામાંથી બોક્સ મ‌ળ્યાં હતાં. જેમાંથી રૂા.48 હજારના દારૂના 480 ટેટ્રાપેક મળ્યાં હતાં. આરોપીઓની પૂછપરછમાં દારૂ ઉદયપુરના મધુસિંગે આપ્યો હોવાનું જણાવતાં તેને વોન્ટેડ જાહેર કરી કાર સહિત 3 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...