તપાસ:CH જવેલર્સ સાથે 4 કરોડની ઠગાઇમાં 2 શખ્સને રિમાન્ડ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જરૂર પડે FSL અને આઇટીની મદદ લેવાશે
  • 11 દિવસના રિમાન્ડ મંજૂર, સોનું રિકવર કરવા તપાસ

શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સ ના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી ૪ કરોડના સોનાના સિક્કા મેળવી લેવાના બનાવમાં પોલીસે શો રુમના જનરલ મેનેજર વિરલ સોની તથા તુષાર દીવાનજીને બુધવારે અદાલતમાં રજુ કરી વિવિધ મુદ્દાની તપાસ માટે 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વિરલ સોનીએ સોનાના સિક્કા કોને કેટલામાં વેચ્યા છે તેની તપાસ ઉપરાંત સોનાના સિક્કા રિકવર કરવા સહિતના મુદ્દાની તપાસ શરુ કરાઇ છે. જરુર પડયે આઇટી વિભાગ તથા એફએસએલની પણ મદદ લેવાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

સીએચ જ્વેલર્સ માં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલ નવીનચંદ્ર સોની (રહે રામીનપાર્ક ઓપીરોડ) એ એક જ પ્રકારના નામ વાળી અને એક જ પ્રકારની રકમની સ્લિપો દ્વારા બિલો બનાવી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લઇ ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું હતું. તેણે છેલ્લા દોઢ વર્ષમાં 7853 ગ્રામ ના ચાર કરોડની કિંમતના સિક્કા તેના મિત્ર તરજ દીવાનજીને કમિશન થી વેચી દીધા હતા .સયાજીગંજ પોલીસે આ મામલે સોમવારે સાંજે ગુનો નોંધી વિરલ નવીનચંદ્ર સોની અને તરજ તુષાર દીવાનજી ને ઝડપી પાડયા હતા અને અદાલતમાંરજુ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે સોનું કોને કોને વેચ્યું હતું તેની તપાસ ઉપરાંત સોનું રીકવકર કરવા માટેની તપાસ શરુ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સોનું રીકવર કરવાની તપાસ કરાઇ રહી છે તથા જેમના નામની ક્રેડીટ સ્લીપ બનાવાઇ હતી તે માર્મીક પટેલ, મીત પટેલ અને માનવ પટેલ કોણછે તથા તેમના નામનો ઉપયોગ કેમ કરાયો હતો તેની તપાસ કરવામાં આવશે.