વિવાદ:અલવી સમાજના ધર્મગુરુ ઉપર 2 શખ્સોનો હુમલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિક્ષામાં રાહ જોઈને બેઠેલા 2 લોકો તૂટી પડ્યા

અલવી સમાજના ધર્મ ગુરુ પર ગુરુવારે સાંજે એકાએક લોંખડના સળીયા દ્વારા હુમલો થતા તેઓને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધર્મગુરુને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અલવી સમાજના ધર્મગુરુ ડો. ઝુલકરનૈન ભાઈ સાહેબ ગુરુવારે સાંજે વાડી જહાંગીર પુરમાં આવેલા ક્લિનિક બંધ કરી વ્હીકલ લેવા જઈ રહ્યા હતા.

આ દરમિયાન થોડે દુર એક રિક્ષામાં 2 વ્યક્તિઓ પહેલેથી તેમની રાહ જોઈને બેઠા હતા. ડો. ઝુલકરનૈન ભાઈ સાહેબ જેવા જ પોતાના વ્હીકલ તરફ જતા હતા ત્યારે તે બે વ્યક્તિઓ તેમની તરફ લોખંડનો સળિયો લઈને આવ્યા હતા અને તેમના પર તૂટી પડ્યા હતા.અજાણ્યા વ્યક્તિઓએ તેઓને માથાના ભાગે, પીઠ પર, હાથ પર અને પગના ભાગે સળીયાના ફટકા માર્યા હતા. જોકે થોડા જ સમયમાં લોકોના ટોળા વળતા તેઓ બંને ભાગી ગયા હતા. લોકોએ તેમના પરિવારને જાણ કરીને તેમને સયાજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક વિભાગમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...