સામાન્ય માણસોને મુશ્કેલીઓ:LHB કોચની સુવિધાના નામે પાર્સલ કોચ 4માંથી 2 કરાયા, લોકોનો સામાન મહિનાઓ સુધી અટવાય છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 180માંથી 150 જેટલી ટ્રેનમાં LHB કોચ

રેલવેનું વ્યાપારીકરણ થઈ રહ્યું હોવાની બૂમો રેલવે સંગઠનો પાડી રહ્યા છે. બીજી તરફ રેલવે દ્વારા પાછલા બારણે સુવિધાના નામે કરાયેલા વ્યાપારીકરણને પગલે સામાન્ય માણસોને સામાનની હેરફેર કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. રેલવે બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ કંપની-વેપારીઓ પાસેથી સામાન હેરફેર કરી તગડી આવક કરે છે, બીજી તરફ પાર્સલ કોચ ઘટાડી લોકોને મુશ્કેલીમાં મૂકે છે.

રેલવે દ્વારા પેસેન્જર ટ્રેનમાં અગાઉ 4 કોચ પાર્સલના આવતા હતા, જ્યારે હવે એલએચબી કોચમાં 2 રેક આવે છે. અગાઉ 4 રેકમાંથી 2 રેક લીઝ પર ખાનગી વેપારીને આપતું હતું. હવે કેટલીક ટ્રેનોમાં બંને તો કેટલીકમાં 1 કોચ લીઝે આપ્યો છે. જેથી લોકોનો સામાન મહિના સુધી વેઇટિંગમાં પડી રહે છે. વડોદરા રેલવે સ્ટેશનથી પસાર થતી અંદાજે 180 ટ્રેન પૈકી 150 ઉપરાંત ટ્રેનમાં એલએચબી કોચ ચાલે છે.

નાગરિકોની સાથે રેલ કર્મીને પણ તકલીફ
ટ્રેનમાં એલએચબી રેક થવાથી પ્રશ્ન છે. લોકોની સાથે રેલ કર્મીને પણ વ્યવસ્થા ગોઠવવામાં તકલીફ પડે છે. અમે હેડ ક્વાર્ટરને જાણ કરીએ છીએ. તમામ રેક એલએચબી કરવાના છે તો સમસ્યાનું નિવારણ હેડ ક્વાર્ટર્સ જ નક્કી થશે. - મંજુ મીણા, સિનિયર ડીસીએમ, વડોદરા

અન્ય સમાચારો પણ છે...