તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સ્ટેશન પરથી 2 દેશી બંદૂક અને 4 કારતૂસ સાથે જમ્મુના 2 ઝડપાયા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લેટફોર્મ 1ના એસ્કેલેટર પાસેથી શંકાસ્પદ રીતે પસાર થતા હતા
  • ગાર્ડ તરીકે વધુ પગાર લેવા નકલી લાઇસન્સ બનાવી હથિયાર લાવ્યાં હતાં

રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1ના એસ્કેલેટર પાસેથી રેલવે એસઓજી પોલીસે દેશી બનાવટની 2 સિંગલ બેરલ ગન તથા 4 જીવતા કારતૂસ સાથે 2 શખ્સને ઝડપી લીધા હતા. રેલવે એસઓજીની ટીમ રેલવે સ્ટેશન પર વોચમાં હતી ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર સ્વરાજ સ્પેશિયલ ટ્રેન આવતાં 2 શખ્સ ઊતરીને થેલા સાથે શકમંદ હાલતમાં પસાર થતા જોવા મળતાં પોલીસે રોકી તપાસ કરી હતી.

તપાસમાં બંનેનાં નામ જીતરાજ ઇન્દ્રલાલ શર્મા (જમ્મુ) તથા સંજય શામસિંગ (જમ્મુ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સામાનનું ચેકિંગ કરતાં બંને પાસેથી દેશી હાથ બનાવટની સિંગલ બેરલની 2 બંદૂક તથા 4 જીવતા કારતૂસ મળ્યા હતા. આ ઉપરાંત 2 ડુપ્લિકેટ ગન લાઇસન્સ બુક પણ મળી હતી. બંનેની પૂછપરછ કરાતાં બહાર આવ્યું હતું કે, બંને જણા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે પણપગાર ઓછો મળતો હતો.

ગન સાથે સિક્યોરિટીમાં નોકરી કરે તો વધુ પગાર મળતો હોવાથી બંનેએ તેના વતનમાં રહેતા ખલાક અહેમદ પાસે બોગસ ગન લાઇસન્સ બનાવડાવી તેની પાસેથી બંદૂક અને કારતૂસ લઇ આવ્યા હતા. બનાવમાં નસીર અહેમદ ચૌધરીની પણ સંડોવણી જણાઇ હતી. પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...