કોરોના વડોદરા LIVE:કોરોનાએ ઉથલો માર્યો, નવા 8 કેસ, પશ્વિમ વિસ્તારમાં જ 6 કેસ નોંધાયા, હોસ્પિટલમાં એકપણ દર્દી દાખલ નથી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા તબીબોએ હાશકારો અનુભવ્યો છે.(ફાઈળ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા તબીબોએ હાશકારો અનુભવ્યો છે.(ફાઈળ તસવીર)
  • એક્ટિવ કેસનો આંક વધીને 29 થયો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 8 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પશ્વિમ વિસ્તારમાં જ 6 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,028 પર પહોંચી ગઇ છે. વધુ 2દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,242 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

એક પણ દર્દી દાખલ નહીં
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યાવધીને 29 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં એકપણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં અકોટા, ગોકુલનગર, છાણી, જેતલપુર, દિવાળીપુરા, ભાયલી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પશ્ચિમ ઝોનમાં કોરોનાના 6 અને ઉત્તર ઝોનમાં 1 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે.