કોરોના વડોદરા LIVE:આજે નવા 6 કેસ, વધુ 6 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, એક્ટિવ દર્દીઓની સંખ્યા 38 ઉપર સ્થિર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં હાલમાં 24 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં​ નવા 6 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,179 પર પહોંચી ગઇ છે. વધુ 6 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,384 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલમાં 2 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 38 ઉપર સ્થિર રહી છે. હાલમાં હોસ્પિટલોમાં 2 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 24 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં એકતાનગર, નવાયાર્ડ, નવાપુરા, બાપોદ, ભાયલી અને અટલાદરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 1 પશ્ચિમ ઝોનમાં 2 અને ઉત્તર ઝોનમાં 3 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...