કાર્યવાહી:મહા ઠગ અપૂર્વ પટેલ સામે રૂ11 લાખની ઠગાઈની વધુ 2 ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મદનઝાંપાના વૃદ્ધને બુકિંગ કેન્સલ કરાવ્યા બાદ નાણાં પરત ન આપ્યાં
  • સિદ્ધનાથ​​​​​​​ તળાવ પાસે રહેતા આધેડે પણ દુકાનનું બુકિંગ કેન્સલ કરાવ્યું હતું

મહા ઠગ અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકમાં વધુ 2 ફરિયાદ નોંધાવાઈ છે. સિટી વિસ્તારમાં રહેતા 2 વૃદ્ધ પાસેથી અપૂર્વ પટેલે 11 લાખ ખંખેરી લીધા હતા. જેથી બંને વૃદ્ધોએ માંજલપુર પોલીસ સામે અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.મદનઝાંપાની તંબોળી વાડમાં રહેતા 60 વર્ષિય હેમંત તંબોળી વર્ષ 2020માં ઘર લેવા માગતા હતા. જેથી તેઓ અપૂર્વ પટેલની માંજલપુરમાંલક્ષ્મીનારાયણ મંદિર પાસે આવેલી સાઈટ પર મકાન જોવા ગયા હતા અને ત્યાં 35 લાખનું મકાન પસંદ આવતાં તેઓએ 1 લાખ આપીને બુકિંગ કરાવ્યું હતું.

તબક્કાવાર હેમંતભાઈએ 6 લાખ આપ્યા હતા. જોકે હેમંતભાઈને જાણ થઈ હતી કે, અપૂર્વ પટેલે રેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. જેથી હેમંતભાઈએ આ વિશે અપૂર્વ પટેલને પૂછતાં તે ઉડાઉ જવાબ આપતો હતો. જેથી તેઓએ અપૂર્વ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સિદ્ધનાથ તળાવ પાસે રહેતા યોગેશ અરગડેને 2018માં દુકાન લેવાની હોવાથી તેઓ માંજલપુર સ્મશાન પાસે આવેલી અપૂર્વ પટેલની સાઈટમાં દુકાન જોવા ગયા હતા.

જ્યાં તેઓને 36 લાખની દુકાન પસંદ આવતાં તેઓએ 1 લાખ આપીને બુકિંગ કરાવ્યા બાદ તબક્કાવાર 5 લાખ આપ્યા હતા. બાદમાં દુકાનનું બાંધકામ રોકાઈ જતાં તેઓએ બુકિંગ રદ કરાવ્યું હતું. પરંતુ અપૂર્વ તેઓને 5 લાખ પાછા આપતો નહતો. જેથી યોગેશભાઈએ છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...